યુવાની પાછી મેળવવા માટે થતી વજાઈનલ ટ્રીટમેન્ટ છે જાેખમી

07 August 2018 02:08 PM
Health Off-beat
  • યુવાની પાછી મેળવવા માટે થતી  વજાઈનલ ટ્રીટમેન્ટ છે જાેખમી

Advertisement

અમેરીકા તા. ૭ મહિલાના જનનાંગની મેડિકલ ટ્રીટમેન્ટ કરીને યુવાનોનો અનુભવ ફરી મેળવવાની ઈચ્છા જાેખમી સાબિત થઈ શકે છે. અમેરિકાના અેફડીઅેઅે વજાઈનલ રિજુવિનેશન અેટલે કે યોનિનો કાયાકલ્પ કરવાની સારવારને નુકસાનકારક ગણાવી છે. અનેક કંપનીઅો મહિલા જનનાંગની સારવાર કરનારાં ઉપકરણો બજારમાં લાવી રહી છે જે રજાેનિવૃતિ, પેશાબમાગૅ સંબંધિત પ્રતિકૂળતા અને યૌન સંબંધી વિકારનાં લક્ષણોની સાવરાર કરવાનો દાવો કરે છે. અા ઉત્પાદનોથી ગંભરી જાેખમો પેદા થાય છે. અા ઉપરાંત જે કારણો માટે અેનો ઉપયોગ કરવાનું કહેવાય છે અેનો ઈલાજ થયાના કોઈ પુરાવાઅો ઉપલબ્ધ નથી. અા ઉપકરણો વડે મહિલાઅોને નુકસાન પહોંચાડવામાં અાવી રહ્યું હોવાનો ભય છે. અેફડીઅેના મતે અા ઉપકરણોના ઉપયોગથી યોનિમાં બળતરા, જખમ અને સમાગમ સમયે પીડાનો અનુભવ થાય છે. અા ડિવાઈસિસમાં જે પ્રકારના લેઝરનો કે પછી રેડિયોફ્રીકવન્સીનો ઉપયોગ કરવામાં અાવે છે અેનો ઉપયોગ માત્ર લાઈસન્સ ધરાવતા ગાયનેકોલોજિસ્ટ કેન્સર પેદા કરનારા ટિશ્યુઝ કે ગુપ્તાંગમાં થતા મસાની સારવાર કરવા માટે જ કરી શકે છે.


Advertisement