બોટાદ મર્કેન્ટાઈલ બેંકની 47મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

07 August 2018 12:42 PM
Botad
  • બોટાદ મર્કેન્ટાઈલ બેંકની 47મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Advertisement

બોટાદ તા.7
બોટાદ મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી.ની 47મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સ્વાધ્યાય હોલ બાયબ્રેરી ઉપર બોટાદ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં મળી હતી. જેમાં ચેરમેન ધર્મેન્દ્રભાઈ પ્રવિણચંદ વડોદરીયા, મેનેજીંગ ડીરેકટર નધિનચંદ પોપટલાલ ગોપાણી તથા વાઈસ ચેરમેન શશીકાંતભાઈ શીવલાલ ચીકાણી તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ ઉપસ્થિત રહેલ.
પ્રારંભમાં મેેનેજર જયદેવભાઈ ચૌહાણે ગઈ વાર્ષિક સાધારણ સભાની શુધ્ધ નોંધ વાંચી સંભળાવી હતી. ત્યારબાદ એજન્ડા મુજબ વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પ્રવિણચંદ વડોદરીયાએ સર્વેને આવકારતા પોતાના વ્યકતવ્યમાં વિશેષ માહિતી આપતા બેંકની થાપણો રૂા.48,6પ,06,332 છે જે થાપણદારો સભાસદોનો બેંક પ્રત્યેનો વિશ્ર્વાસ તથા બેંકની સધ્ધરતા દર્શાવે છે જે બેંકમાં સભાસદો થાપણદારો ગ્રાહકોએ મુકેલ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે. બેંકે રૂા.8ર,પ9,66પનો નફો કરેલ છે. બેંકનું એનપીએ શૂન્ય છે. તેમજ બેંકનો સી.આર.એ.આર. 46.80 ટકા છે. જે બેંકની પારદર્શકતા દર્શાવે છે.


Advertisement