બોટાદના મકાન ધારકે છ મહિના બેંકમાં હપ્તા ભર્યા સબસીડી જમા ન થતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

07 August 2018 12:01 PM
Botad

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનની લોન લીધા બાદ

Advertisement

બોટાદ તા.7
બોટાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનની લોન લીધા બાદ સબસીડી જમા આપવામાં ઠાગા ઠૈયા કરતું તંત્ર આ અંગે ગુજરાત રાજયના મંત્રીઓ, નાણામંત્રી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઉર્જામંત્રી, બોટાદ કલેકટર, રાષ્ટ્રપતિજી તથા ભારતના વડાપ્રધાન સુધી રાવ પહોંચાડી છે પણ પરિણામ આવ્યુ નથી.
બોટાદ શહેરના ગઢડા રોડ, રઘુનંદન રેસીડેન્સી, બ્લોક નં.ડી-30, હરીદર્શનવાળા ખાંચામાં આનંદધામ વિસ્તારમાં રહેતા દિનાબેન ભરતભાઇ ગજ્જર, વિજયાબેંક બોટાદ શાખામાંથી તા.20/12/2017ના રોજ અગ્યિાર લાખ ચુમોતેર હજારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોન લીધી હતી. જેની આજ સુધી સબસીડી જમા આવેલ નથી.
દર મહિને રૂા.10,200નો લોનનો હપ્તો આવે છે જેની નિયમીત બેંકના ટાઇમ મુજબ હપ્તાઓ ભરવામાં આવે છે. લોનના હપ્તા પણ રોકડ રકમમાં જ ભરવામાં આવે છે. શું વિજયાબેંકનો વહિવટ બરાબર લાગતો નથી?
સામાન્ય દિવસોમાં છ મહિના દરમિયાન જ સબસીડી જમા મળી જતી હોય છે તેમ વિવિધ બેંકોમાંથી જાણવા મળેલ છે. જેથી એવું લાગે છે કે વિજયાબેંકમાં આવુ બધુ કેમ ચાલે છે. બેંકમાંથી ઓનલાઇન પ્રિન્ટ આપતા નથી તો કેમ માનવું કે સબસીડી ઓનલાઇન નાખેલ છે. આ અંગે દિનાબેન ભરતભાઇ ગજ્જરે જણાવેલ છે કે વહેલી તકે સબસીડીનો પ્રશ્ર્નનો નિકાલ લાવી યોગ્ય કરવા અનુરોધ કર્યો છે.


Advertisement