તા.ર૬ના ભદ્રા યોગ ન હોવાથી રાખડી બાંધવા અને જનોઈ બદલવા માટે અાખો દિવસ શુભ

07 August 2018 12:00 PM
Dharmik Rajkot
  • તા.ર૬ના ભદ્રા યોગ ન હોવાથી રાખડી બાંધવા અને જનોઈ બદલવા માટે અાખો દિવસ શુભ

કેટલાક જયોતિષીઅોના કથન અનુસાર તા.ર૬ના સાંજના પરુર૭ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ યોગ જણાવ્યો છે રક્ષાબંધનની ઉજવણીમાં જયોતિષીઅોના મતમતાંતર

Advertisement

રાજકોટ, તા. ૭ ભારતીય તહેવારોની ઉજવણીની પરંપરા તિથિ અાધારીત હોય છે ત્યારે ચોકકસ અને શુભ મુહૂતોૅમાં જ તેની ઉજવણી કરવાનું મહત્વ રહેલું હોય છે. અા વષેૅ રક્ષાબંધનની ઉજવણી ર૬મી અોગષ્ટે કરી શકાશે. અાજ દિવસે બ્રાહ્મણોઅે જનોઈ બદલવાની રહેશે તથા રક્ષાબંધને ભદ્રાનો યોગ નહીં હોવાથી ભાઈ અને બહેન માટે અા રક્ષાબંધન વિશેષ ફળદાયી રહેશે તેમજ અા દિવસે કરેલું ઋષિ તપૅણ તથા પિતૃ તપૅણ વિશેષ ફળ અાપનારૂ બની રહેશે. અેવું જયોતિષવિદો જણાવી રહ્યા છે. અા વષેૅ શ્રાવણી પૂણિૅમા ભાગી તિથિ છે. રપ અોગષ્ટે સવારે ૯.પ૦થી પૂણિૅમાનો પ્રારંભ થાય છે અને ૧૬મીઅે બપોરે ૧ર:૩૭ કલાકે થાય છે. જેથી વ્રતની પૂનમ રપમીઅે મનાવાશે. કારણ કે પૂણિૅમા ચંદ્રદશૅન અાધારીત છે. જયારે રક્ષાબંધન ઉદયા તિથિ પ્રમાણે ર૬મીઅે ઉજવાશે. અા દિવસે મંગળના સ્વામિત્વનું ઘનિષ્ઠા અને રાહુના સ્વામીત્વનું શતભિષા નક્ષત્ર છે. અા દિવસે રક્ષા સવારે ૬:ર૪થી બાંધી શકાશે જે સાંજે પ:ર૭ સુધી બાંધી શકાશે. તેમ સુરતના અેક જયોતિષીઅે જણાવેલ છે. અા બાબતે મતમતાંતર છે. શાસ્ત્રી રાજદીપ જોષી શ્રાવણ સુદ પુનમને રવિવાર તારીખ ર૬/૮/૧૮ના દિવસે રક્ષાબંધન છે. પુનમ શનિવારે બપોરે ૩.૧૭થી શરૂ થશે જે રવિવારે સાંજે પ.ર૭ સુધી છે અામ વ્રતની પુનમ તા. રપ/૮/૧૮ના દિવસે તથા રવિવારે ઉદયાન પુનમ છે. અાપણા પંચાંગના નિયમ પ્રમાણે ઉદયાત તિથિનું મહત્વ અાખો દિવસ ગણાય અાથી અને અા વષૅ રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ નથી અાથી તા. ર૬ના રવિવારે રક્ષાબંધન છે અને રાખડી બાંધવા માટે અાખો દિવસ શુભ છે તથા જનોઈ બદલાવા માટે પણ અા દિવસ શુભ છે. ધમૅ સિંધુ ગ્રંથના અાધારે રાખડી અપરાહણ કાળ અથવા પ્રદોશ કાળમાં બાંધવી શુભ છે. જયોતિષાચાયૅ નિશીથ ઉપાઘ્યાય પૂણિૅમા તિથિ પ્રારંભ અાગામી તા. રપના શનિવારે બપોરે ૩.૧૭ પૂણિૅમા તિથિ પૂણૅ તા. ર૬ના રવિવારે સાંજે પ.ર૬ રક્ષાબંધન તા. ર૬ના રવિવારે કરવું. રક્ષાબંધન મુહૂતૅ સવારે ૬.૩૧ થી પ.રપ રક્ષાબંધનનો અપરાન્હ કાળ. શ્રેષ્ઠ કાળ અપરાન્હ કાળ, મુહૂતૅ ૦ર.૦૩ થી ૦૪.૩૪ રક્ષાબંધન મુહૂતૅ અવધિ ૦રરુ૩૧ કલાકની છે. કારણ કે સૂયોૅદય પહેલા જ ભદ્રા સમાપ્ત થઈ જાય છે. નોંધ અા વખતે ભદ્ર નથી તેથી ૮.ર૬ના રવિવારે રક્ષાબંધનનો શ્રેષ્ઠ મય બપોરે ૦ર.૦૩થી લઈને બપોરના ૦૪.૩૪ સુધીનો છે. જે લોકો અા સિવાયના સમયમાં રક્ષાબંધન કરવાની અનુકુળતાવાળા છે તેઅોઅે સ્થાનિક સૂયોૅદયથી લઈને પૂણિૅમા તિથિ પૂણૅ થાય સાંજે પ.ર૬ સુધી રક્ષાબંધન વિધિ કરી શકે છે.


Advertisement