મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા

06 August 2018 10:55 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા
  • મગફળી કાંડમાં આરોપીઓના મકાનો પર પોલીસના દરોડા

આરોપીઓના ઘરેથી મળ્યા અગત્યના દસ્તાવેજો : હજુ તપાસનો ધમધમાટ શરુ

Advertisement


જેતપુર તા.૬
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાડ માં
પકડાયેલ આરોપીઓના ઘરે દરોડા પાડતી રાજકૌટ ગ્રામ્ય પોલીસ
ગઈ તા.૩૧/૦૭/૨૦૧૮ ના જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારના પેઢલા ગામના ગોડાઉનમાં.
મોટી ધાણેજની સહકારી મંડળી ખરીદ કરેલ કુલ ૧૦૦૦ મગફળીની ગુણી કિં.રૂ. ૪,૫૭,૨૫,૦૦૦/- ની
મગફળીમાં મગફળીમાં ધૂળ અને કાંકરી નીકળેલ છે. તેવી ફરીયાદી મગનભાઇ નાનજી જાલાવાડીયા,
રહે. તરઘડી, વાળાની ફરીયાદ આધારે જેતપુર તાલુકા પો. સ્ટે. ફ. ૪૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ
૪૦૬, ૪૨૦, ૧૨0મ્બી) તથા આવશ્યક ચિજ વસ્તુ ધારા કલમ- ૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.

આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તેમજ સરકારશ્રી તરફથી મળેલ સુચના અનુસાર સીનીયર પોલીસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ગુનાની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ અને આ ગુનામાં મોટી ધાણેજની સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સભ્યો અને મંડળી સાથે પકડાયેલા છે.અન્ય માણસો તથા નાફેડ અને ગુજકોટના અધિકારી તથા કર્મચારીઓ ઍમ મળી કુલ- ૨૨ (બાવીસ)
આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેઓના રીમાંડ મેળવવામાં આવેલ.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ મગફળી ખરીદ કરેલ તેનો હિસાબ જે કોમ્યુટરમાં રાખવામાં

આવેલ તે કોમ્યુટર તથા મડળી ખાતે મગફળીની ખરીદી અંગેના હિસાબ લખવામાં આવેલ હોય તે દસ્તાવેજો ગુમ કરેલ હોય જેથી રાજકોટ ગ્રાસથ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ પૈકીનો આરૌપી જીતેશ ત્રિભોવન ઉજરીયા રહે કોટડાવાળાના ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે આવેલ રહેણાંક મકાને તથા આરોપી રોહિત લક્ષ્મણ લક્ષ્મણ બોડા રહે. લખધીરગઢ વાળાના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલ રહેણાંક મકાને જેમાં આ ગુનાને લગતા જરૂરી દસ્તાવેજો મળી આવતા જે કબજે કરવામાં આવેલ આવ્યા છે.

આ ગુનાના ફરીયાદી જેઓની આ ગુનામાં સંડોવણી જણાતા તેઓને આરોપી તરીકે અટક કરેલ છે. તે આરોપી મગન નાનજી ઝાલાવડિયા રહે.તરઘડી વાળાની પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલ રહેણાંક મકાને તથા ઓફીસમાં તથા તેઓની હૉટલમાં દરોડા પાડી કાર્યવાહી ચાલુ છે.તેમજ તેઓના જેમાં આ ગુનાને લગતા જરૂરી દસ્તાવેજો મળી આવતા જે કબજે કરવામાં આવેલ છે.તેમજ
મોટી ધાનેજ સહકારી મંડળી લી.મા તપાસ કરી ત્યાંથી આ ગુન્હાના કામે ઉપયોગી દસ્તાવેજો કબજે કરવામાં આવેલ છે.તથા આ મગફળી કૌભાંડમાં આરોપીઓએ ૬૦૦ ગુણી મગફળી કે કેશોદ તાલુકાના મેસવાણ ગામે આવેલ ક્રાંતી ઓઇલ મીલમાં દરોડો પાડી ત્યાંથી આ ગુનામાં ઉપયૌગી દસ્તાવૈ કબજે કરવામાં આવ્યા છે.

આ ગુન્હાના કામે અન્ય શંકાશ્પદ ઇસમો ગીગન મેરામ ચુડાસમા, રહે. નાની ધાણેજ , દેવદાન માંગાભાઇ જેઠવા, રહે. મોટી ધાણેજ,ધીરૂકાળા જેઠવા રહે. મોટીધાણેજ,હમીર બાવા જેઠવા જે રહે. મોટી ધાણેજ માનસીહ પોપટભાઈ લાખાણી,રહે.લાથોદરા ગામ વાળાની પુછપરછ ચાલું હોવાનું પોલીસ જણાવે છે.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર આ ગુનામાં સંડોવાયેલ કોઈ પણ શખ્શને
બક્ષવા નહીં તેવી સ્પષ્ટ સુચનાને ધ્યાને રાખી તમામ પાસાઓની વિગતવારની તપાસ હજુ આગળ વધશે તેવું પોલીસ જણાવી રહી છે.


Advertisement