અમરેલીમાં જયંતીભાઈ ઠુંમરની મિલ્કત જપ્તનું વોરંટ ઇસ્યૂ

06 August 2018 09:42 PM
Rajkot Saurashtra
  • અમરેલીમાં જયંતીભાઈ ઠુંમરની મિલ્કત જપ્તનું વોરંટ ઇસ્યૂ
  • અમરેલીમાં જયંતીભાઈ ઠુંમરની મિલ્કત જપ્તનું વોરંટ ઇસ્યૂ
  • અમરેલીમાં જયંતીભાઈ ઠુંમરની મિલ્કત જપ્તનું વોરંટ ઇસ્યૂ
  • અમરેલીમાં જયંતીભાઈ ઠુંમરની મિલ્કત જપ્તનું વોરંટ ઇસ્યૂ

ઘર બહાર તાળું લટકતું'તું : જયંતીભાઈ ધારાસભ્ય વિરજી ઠુમરના કૌટુંબિક ભાઇ : શહેરમાં ચકચાર

Advertisement2008માં ટ્રસ્ટના નામે છેતરપિંડી કરી હોવાના આરોપ સાથે કોર્ટે ધારાસભ્ય વિરજી ઠુમરના કૌટુંબિક ભાઇની મિલ્કતનું જપ્તીનું વોરંટ બહાર પાડ્યું છે. જેના પગલે કોર્ટના બેલિફ, વકીલ અને ફરિયાદી અમરેલીના ચિતલ રોડ તેમના બંગલોઝે પહોંચ્યા હતા. જોકે, મકાનની બહાર તાળા માર્યા હોવાના કારણે કાર્યવાહી કર્યા વગર પાછા ફર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલા શિવમ બંગલોઝના મકાન નંબર-12માં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરના કૌટુંબિક ભાઇ જ્યંતિભાઈ બી ઠુમર રહે છે. તેમની આ મીલ્કત ની જપ્તીનું વોરંટ કોર્ટે બહાર પાડ્યું છે.

જેના પગલે આજે સોમવારે બપોરના સમયે શિવમ બંગલોઝના મકાન- 12 પર કોર્ટના બેલિફ, વકીલ અને ફરિયાદ પહોંચ્યા હતા. જપ્તી કરવા ગયેલા અધિકારીઓએ તેમના ઘર બહાર તાળા લટકા જોયા હતા. જોકે, આમ તેઓ કાર્યવાહી કર્યા વગર પાછા ફરવાની ફરજ પડી હતી.

જ્યંતિ ઠુમર શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પદ ધરાવે છે. તેમણે 2008માં ખેડૂતોને ખેતીના ઓજારો સબસિડીમાં આપવાની કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. તેમણે આ ટ્રસ્ટમાં સભ્યપદ માટે ખેડૂતો પાસેથી રૂ.550 ઉગરાવ્યા હતા. ત્યારબાદ કેટલાક ખેડૂતોને ખેતીના ઓજારો આપ્યા ન હતા. આમ સબસિડીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આમ ગોંડલના 144 ખેડૂતોએ જ્યંતિ ઠુમર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના ભાગ રૂપે કોર્ટે તેમની મિલકતની જપ્તી માટે વોરંટ બહાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય વિરજી ઠુમર સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. 2008માં ખેડૂતોએ જ્યંતિ ઠુમર સામે આશરે 40 દિવસો સુધી ઉપવાસ પણ કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ જ્યંતિ ઠુમર સામે ફરિયાદ પણ નોંધાવી હતી


Advertisement