37 કરોડની લક્ઝરી ગાડીઓ પર ફેરવી દેવાયું બુલડોઝર !

04 August 2018 10:07 PM
Rajkot Crime India World
  • 37 કરોડની લક્ઝરી ગાડીઓ પર ફેરવી દેવાયું બુલડોઝર !

ફિલિપાઇન્સની ઘટના : બધી કાર ચોરીમાં વપરાઈ હતી !

Advertisement


ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે પોતાના અજીબ પ્રકારના નિવેદનનો કારણે ચર્ચામાં રહેતા હોય છે. જોકે આ વખતે તે પોતાના એક અજીબ આદેશના કારણે ચર્ચામાં આવી ગયા છે. રાષ્ટ્રપતિ રોડ્રિગોના આદેશ પર ફિલિપાઇન્સના કાગાયન પ્રાંતમાં 76 લક્ઝરી ગાડીઓ અને મોટર સાઇકલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ બધા વાહનોની કિંમત 55 લાખ ડોલર એટલે કે લગભગ 37.70 કરોડ રૂપિયા થાય છે.

અચરજની વાત એ છે કે જ્યારે આ ગાડીઓને બુલડોઝરથી નષ્ટ કરવામાં આવી રહી હતી ત્યારે રાષ્ટ્રપતિ પોતે જ ત્યાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિના આ આદેશને ભ્રષ્ટાચાર અને અપરાધિક ગતિવિધીઓ સામે સખત નીતિના રૂપમાં જોવામાં આવે છે.

બુલડોઝર ફેરવવામાં આવેલા વાહનોમાં પોર્શ, લમ્બોર્ગિની, મર્સિંડિઝ બેન્ઝ, હાર્લે ડેવિડસન જેવી મોઘી કંપનીઓના વાહનો સામેલ હતા. આ ગાડીઓને દેશમાં તસ્કરી દ્વારા લાવવામાં આવી હતી અને અધિકારીઓ તેને જપ્ત કરી લીધી હતી. આ તે 800 વાહનોનો ભાગ હતા જે ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા.


Advertisement