શિક્ષણ પ્રધાન ચુડાસમાને ફુડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલે ખસેડવામાં અાવ્યા

04 August 2018 05:09 PM
Ahmedabad Gujarat

ભાજપના ચિંતાતુર કાયૅકરો, સાથીદારો હોસ્પિટલે દોડી ગયા

Advertisement

ાંધીનગર તા. ૪ ગત મોડી રાતે (ર:૦૦ કલાકે) શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફૂડ પોયઝનિંગની અસર થતા. તેમના સત્તાવાર મંત્રી નિવાસે થી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટર ટીમની સઘન સારવાર બાદ તેમનંુ બ્લડ પે્રશર કંટ્રોલ નહી થતા. વધુ સારવાર અથેૅ અમદાવાદ યુ.અેન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ સરકારી કાયૅક્રમોમાં વ્યસ્ત રહેવાથી અને કોઈ કાયૅક્રમ દરમિયાન બિનઅારોગ્ય ખોરાક ખાવાથી તેમને ફૂડ પોયઝનિંગની અસર થઈ હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે. ચુડાસમાની તબિયત બગડી હોવાનું અને તેમને હોસ્પિટલે ખસેડવામાં અાવ્યા હોવાનું જાણી પ્રધાન મંડળના તેમના સાથીઅો, શુભેચ્છકો અને ભાજપના અનેક કાયૅકરો હોસ્પિટલે દોડી ગયા હતા.


Advertisement