ઝડપથી ચાજૅ થાય અેવી સ્માટૅફોનની બેટરીના મટીરીયલની થઈ શોધ

04 August 2018 03:23 PM
India Technology
  • ઝડપથી ચાજૅ થાય અેવી સ્માટૅફોનની બેટરીના મટીરીયલની થઈ શોધ

Advertisement

બ્રિટન : બ્રિટનની યુનિવસિૅટી અોફ કેમ્બિ્રજના સંશોધકોઅે ઝડપથી ચાજૅ થાય અેવી સ્માટૅફોન બેટરીઝ બનાવવામાં ઉપયોગી મટીરીયલ્સ શોઘ્યા છે. જનૅલ 'નેચર'માં પ્રકાશિત સંશોધન લેખમાં નિયોબિયમ ટંગસ્ટન અોકસાઈડસ નામે અોળખાતા મટીરીયલ્સ ટિપિકલ સાઈકલીંગ રેટસથી વાપરવામાં અાવે તો અેના પરિણામે અેનજીૅ ડેન્સીટીઝનું પ્રમાણ વધતું નથી. અે અાપોઅાપ ફાસ્ટ ચાજિૅંગ અેપ્લીકેશન્સ માટે અનુકુળ બને છે. અે ઉપરાંત મટીરીયલ્સના ફિઝિકલ સ્ટ્રકચર અને કેમીકલ બિહેવિયર દ્વારા સંશોધકોને સુરક્ષીત અને સુપરફાસ્ટ ચાજિૅંગ બેટરીના ઘડતર વિશે સ્પષ્ટ સમજ મળે છે. અે ઉપરાંત નેકસ્ટ જનરેશન બેટરીઝ બિનપરંપરાગત સાધનસામગ્રી દ્વારા બને અેમ હોવાનું પણ સમજાયું હતું. સૌથી સાદા સરળ રૂપમાં બેટરીઝ પોઝીટીવ ઈલેકટ્રોડ, નેગેટીવ ઈલેકટ્રોડ અને ઈલેકટ્રોલાઈટ અેમ ત્રણ કમ્પોનન્ટસના બન્યા હોય છે. બેટરી ચાજૅ થતી હોય ત્યારે પોઝીટીવ ઈલેકટ્રોડમાંથી લિથિયમ અાયન્સ મેળવીને ક્રિસ્ટલ સ્ટ્રકચર અને ઈલેકટ્રોલાઈટમાંથી પસાર કરીને નેગેટીવ ઈલેકટ્રોડમાં મોકલવામાં અાવે છે. અે પ્રક્રિયા જેટલી ઝડપથી પૂરી થાય અેટલી ઝડપથી બેટરી ચાજૅ થાય છે.


Advertisement