મોટરકાર વેચાણમાં ઘટાડા છતાં કંપનીઓ કહે છે; ટેન્સન નહીં લેને કા

04 August 2018 03:21 PM
Business India
  • મોટરકાર વેચાણમાં ઘટાડા છતાં કંપનીઓ કહે છે; ટેન્સન નહીં લેને કા

જુલાઈના વેચાણમાં બે ટકા ઘટાડો: ગત વર્ષના જીએસટીની બેસઈફેકટને આભારી : ગ્રામીણ માંગ મજબૂત હોવાથી સરેરાશ વેચાણ વધવાનો આશાવાદ

Advertisement

મુંબઈ તા.4
આગલા મહિનામાં વેચાણમાં 38% તોતીંગ વધારા પછી જુલાઈમાં મુસાફર વાહનોના વેચાણમાં 2-3%નો ઘટાડો થયો છે, પણ ઉદ્યોગે એને બેસ ઈફેકટ ગણાવી જણાવ્યું છે કે બજારમાં માત્ર હજુ પણ એટલી જ મજબૂત છે.
ટુ-વ્હીલર્સ સેગમેન્ટે એનો બે આંકડાનો ગ્રોથ જાળવી રાખ્યો છે, પણ વધુ વજન વહન કરવા માટેના નવા એકસલ નિયમો વિષે અસ્પષ્ટતા હોવા છતાં નવાઈજનક રીતે મીડીયમ અને હેવી ટ્રકના વેચાણમાં મજબૂતાઈ જોવા મળી હતી.
જીએસટી લાગુ થયો એમહિનામાં અને એના આગળના મહિનામાં પણ વાહનોના વેચાણને અસર થઈ હતી. જૂન 2017માં ઉત્પાદકોએ નવું કરમાળખું અમલી બને એ પહેલાં ઓછા વાહનો ડિસ્પેચ કર્યા હોવાથી વેચાણ નબળું હતું. જીએસટી હેઠળ કરબોજ ઘટતા જુલાઈમાં વેચાણ વધ્યું હતું. ચાલુ વર્ષે બે વિપરીત બેસની સરખામણી અર્થવિરોધી બની છે.
ગઈકાલે ઓટો ઉત્પાદકોએ આંકડા જાહેર કર્યા મુજબ જુલાઈમાં સ્થાનિક વેચાણ 2.90 લાખ યુનિટ હતું. જુલાઈ 2017માં 2.99 લાખ વાહનોનું વેચાણ થયું હતું.
પરંતુ, જુન-જુલાઈ બન્ને મહિનાના ડિસ્પેચના આંકડા સાથે ગણવામાં આવે તો એક વર્ષ અગાઉની તુલનામાં વેચાણ 14% વધ્યું છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી મેનેજીંગ ડીરેકટર એન રાજાના જણાવ્યા મુજબ જીએસટીના કારણે જૂન-જુલાઈ 2017ની વાત જુદી હતી. જૂન-જુલાઈમાં ટોયોટાની ભારતીય કંપનીએ વેચાણમાં નોંધપાત્ર વધારો દર્જ કરાવ્યો હતો. જાન્યુઆરી-જુલાઈ 2018ના ગાળામાં વેચાણવૃદ્ધિ 13% રહી હતી.
બુધવારે વેચાણ સંખ્યા જાહેર કરનારી સાતમાંથી 4 કંપનીઓનું વેચાણ ઘટયું છે. તાતા મોટર્સ અને હોન્ડા કાર્સ ઈન્ડીયાએ નવા લોન્ચીસના કારણે બે આંકડામાં વૃદ્ધિ દર્શાવી છે.મારુતી-સુઝુકીનું વેચાણ ગત વર્ષની તુલનામાં 850 યુનિટ ઓછું, 1.5 લાખ વાહનોનું રહ્યું હતું. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, ટોયોટા કિર્લોસ્કર અને ફોર્ડ ઈન્ડીયાના વેચાણમાં અનુક્રમે 6%, 23% અને 7.5% નો ઘટાડો થયો હતો.
મારુતી-સુઝુકીના માર્કેટીંગ અને સેલ્સ માટેના સિનીયર એકઝીકયુટીવ ડિરેકટર આર.એલ.કાલસીએ જણાવ્યું હતું કે વેચાણના આંકડા ગત વર્ષના ઉંચા બેસને પ્રતિબિંબીત કરે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં અમે 8-10% વેચાણ વધારાની આશા રાખીએ છીએ. દરમિયાન, કોમોડીટી ભાવો મજબૂત બનતા મારુતી-સુઝુકીએ વાહનોની કિંમતમાં લગભગ બે ટકા વધારો જાહેર કર્યો છે.


Advertisement