ટીવી, વોશિંગ મશીન અને ફ્રીજ મોંઘા થશે: ક્ધઝયુમર ડયુરેબલ્સ પર આયાત જકાત વધારાશે

04 August 2018 12:37 PM
Business India
  • ટીવી, વોશિંગ મશીન અને ફ્રીજ મોંઘા થશે: ક્ધઝયુમર ડયુરેબલ્સ પર આયાત જકાત વધારાશે

‘મેઈક ઈન ઈન્ડીયા’ને વેગ આપવાનો હેતુ

Advertisement

નવી દિલ્હી તા.4
ટેલીવીઝન, વોશિંગ મશીન અને રેફ્રીજરેટર જેવા ક્ધઝયુમર ડયુરેબલ્સના દેશમાં ઉત્પાદનને વેગ આપવા સરકાર એના પર ઉંચા દરે આયાત ડયુટી લાદવા વિચાર કરી રહી છે.
ફેઈસદ મેન્યુફેકચરીંગ પ્લાન (પીએનપી) ચેન્ન મોબાઈલ ફોનમાં આવા પગલાની સફળતાથી પ્રેરાઈ ઉચ્ચ સ્તરે આવો વિચાર થઈ રહ્યો છે. સરકારને લાગે છે કે ભારત એટલું વિશાળ બજાર છે કે આવી પ્રોડકટસ ઘરઆંગણે બનાવવી જોઈએ.
ઉચ્ચ પદસ્થ એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈલેકટ્રોનીકસ અને ટેલીકોમ જેવા ક્ધઝયુમર ડયુરેબલ્સ પીએમપી હેઠળ લાવવા જોઈએ અને કેટલીક ફિનિશ્ડ (તૈયાર) માલ પરની ડયુટી વધારવી જોઈએ.
આવું પગલું વેપાર અવરોધો ઘટાડવાની નીતિ ઉલ્ટાવવા જેવું લાગે છે, અને એથી ભાવ કદાચ ઉંચા જઈ શકે છે, પણ એ સરકારના મેઈક ઈન ઈન્ડીયા ઝુંબેશને અનુરૂપ છે. આ કારણે મેન્યુફેકચરીંગને વેગ મળશે, રોજગારી ઉભી થશે અને આવક પણ વધો.
કેબીનેટ સેક્રેટરીના વડપણ હેઠળની સમીતી ભારતનું આયાત પર અવલંબન ઘટાડવાના માર્ગો પર વિચારણા કરી રહી છે.
નાણાકીય વર્ષ 2017-18માં ભારતે 2 અબજ ડોલરના ફિનિશ્ડ ટેલીવીઝન, વોશિંગ મશીન, રેફ્રીજરેટર, વેકયુમ કિલનર ડિજીટલ કેમેરા અને મિક્ષચર ગ્રાઈન્ડરની આયાત કરી હતી. ટીવીની આયાત 5,000 કરોડની થઈ હતી. કુલ ભારતીય બજારમાં આયાતી હિસ્સો 10% હતો, વળી, આવી આયાતો 35% ના ઝડપી દરે વધી રહી છે.
હાલમાં ક્ધઝયુમર ડયુરેબલ્સ પર 10% ઈમ્પોર્ટ ડયુટી લેવામાં આવે છે.
સ્થાનિક ક્ધઝયુમર ડયુરેબલ્સ અને હોમ એપ્લીયન્સીસ ઉદ્યોગ આયાતી માલ પર ડયુટી બમણી કરી 20% કરવા દબાણ કરી રહ્યો છે.
ગત ફેબ્રુઆરી બજેટમાં સરકારે મોબાઈલ ફોન, ફોન કોમ્પોનન્ટ અને કેટલાક ફ્રુટ જયુસ પરની આયાત જકાત વધારી હતી.


Advertisement