બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં મામલતદારને આવેદન પાઠવાયું

03 August 2018 02:40 PM
Botad

કડી તાલુકાના મેરપુર ગામે ગૌરક્ષાની હત્યાના વિરોધમાં

Advertisement

બોટાદ તા.3
ભારતભરમાંથી ગૌહત્યા અટકાવવા મેદાને પડેલા જગતગુરૂશ્રી શંકરાચાર્યજી મહારાજ અ.ભા. ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા આપતા સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં અને ગૌરક્ષા સમિતિના મહિલા મોરચાના બોટાદ શહેર પ્રમુખ ધારાબેન ખાંભલીયા, બોટાદ જીલ્લા પ્રમુખ દેવરાજભાઈ ડાંભલા, માલધારી વિકાસ સમિતિના બોટાદ જીલ્લા મંત્રી સુરેશભાઇ, ગૌરક્ષક રામજીભાઈ, ગૌરક્ષક ધનાભાઇ, ગૌરક્ષક હરજીભાઈ, ગૌરક્ષક વિરમભાઈ, ગૌરક્ષક ભુપતભાઈ, ગૌરક્ષક ધમાભાઈ વિગેરે ગૌરક્ષક જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ રબારીની કસાઇઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવેલ તે હત્યાને વખોડીકાઢી બોટાદ મામલતદારને આવેદન પત્ર આપી મામલતદારને રૂબરૂમાં પણ રજુઆત કરવામાં આવેલ હતી.
રાજુભાઈ રબારીના હત્યારાની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આવા અનેક ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓની હત્યાઓ કરવામાં આવેલ છે. તેમાં વધુ એક ઉમેરો મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ ગાંડાભાઇ રબારીનું આયોજન પૂર્વક કાવતરૂ રચી સ્થાનિક કસાઇઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવેલ કારણ કે કસાઇઓ દ્વારા ખેરપુર ગામમાં ગૌવંશ અબોલ પશુની હત્યાઓ અને હત્યા માટે અબોલપશુની હેરફેર કરતા ઇસમોને રાજુભાઇ દ્વારા રોકવામાં આવતા તેથી રાજુભાઇની હત્યા કરવામાં આવેલ અને આવતા દિવસોમાં જીવના જોખમે માનદ સેવા આપતા વધુ ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓની હત્યાઓ ન થાય તે માટે ગુજરાત સરકાર અને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓને સરકારના ખર્ચે હથિયાર ધધારી પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓની યોગ્ય માંગ છે. જેથી કરી ફરી આવી ઘટનાઓ ન બને તેવી કાર્યવાહી કરવા બોટાદ શહેર જીલ્લાના ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓ અને સામાજીક, ધાર્મિક સંસ્થાઓની યોગ્ય માંગ છે. તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.


Advertisement