અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વધશે

01 August 2018 11:01 PM
Rajkot India World
  • અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વધશે

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે અસર

Advertisement

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલુ ટ્રેડ વૉર નજીકનાં ભવિષ્યમાં બંધ થાય તેની સંભાવનાઓ ન બરાબર છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસની રિપોર્ટ પ્રમાણે આ વર્ષે બંને દેશો વચ્ચેનું ટ્રેડ વૉર વધી શકે છે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે.

‘ટ્રેડ ક્રોસ સેક્ટર: ગ્લોબલ ટ્રેડ મૉનિટર’નાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ‘અમે 2018 દરમિયાન અમેરિકા અને ચીન તેમજ અન્ય દેશો વચ્ચેનાં વ્યાપારિક વિવાદો વધવાની સંભાવના કરી છીએ.’ મૂડીઝે કહ્યું કે દેશો વચ્ચે થનારા આ યુદ્ધની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ અને મોંઘવારી પર પડશે. આ વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં ગ્રોથને પાટા પરથી ઉતારી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ટ્રેડ વૉરનાં કારણે ચીનમાં મંદી આવશે અને તેના GDPમાં 0.3થી 0.5 ટકાનો ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી ના કેવળ ચીન પરંતુ યૂરોપ અને ભારતથી આવનારા સામાન પર કર વધારીને વ્યાપારિક યુદ્ધની સ્થિતિ બનાવવામાં આવી છે. મૂડીઝે 2018માં જી-20 દેશો માટે 3.3 ટકા જ્યારે 2019માં 3.2 ટકાનાં ગ્રોથનું અનુમાન લગાવ્યું છે.


Advertisement