કોલેસ્ટ્રોલ-ફ્રી મગફળી ઉગાડવા ખેડુતોને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી મદદ કરશે

01 August 2018 01:15 PM
Junagadh Technology
  • કોલેસ્ટ્રોલ-ફ્રી મગફળી ઉગાડવા ખેડુતોને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી મદદ કરશે

તંદુરસ્તી પ્રત્યે સજાગ લોકોની ચિંતા હળવી થશે

Advertisement

જુનાગઢ તા.1
હજુ થોડા વર્ષો પહેલાં ખાસ કરીને ગુજરાતના લોકો મગફળી સિવાય બીજા તેલ સામે નાકનું ટીચકું ચડાવતા હતા. પરંતુ કપાસીયા, પામોલીન અને એ પછી મકાઈ, સૂર્યમુખી અને હવે રાઈસબ્રાનનું તેલનો સસ્તો વિકલ્પ ઉપલબ્ધ બનતાં સિંગતેલનો ઉપયોગ ઘટી રહ્યો છે. સિંગતેલમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઉંચુ હોવાના કારણે પણ તંદુરસ્તી પ્રત્યે સજાગ લોકો એનો ઉપયોગ ટાળતા રહ્યા છે. પરંતુ, હવે સિંગતેલનો ડબ્બો ઘરે લાવવામાં તેમણે ઝાઝો વિચાર કરવો નહીં પડે. વિજ્ઞાનીઓના દાવા મુજબ કોલેસ્ટ્રોલ મગફળી ઉગાડવામાં તે મદદ કરી રહ્યા છે. ચીકણો પદાર્થ, એટલે કે કોલેસ્ટ્રોલ શિરાઓમાં ગાંઠ જન્માવવા માટે બદનામ છે.
જીનોમ એડીટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકોએ કોલેસ્ટ્રોલ મુકત મગફળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. પાકની ગુણવતા સુધારવા ડીએનએની સિકવન્સ બદલવાને જીનોમ એડીટીંગ કરે છે.
ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર ભારતનું મોટું મગફળી ઉત્પાદક છે. 2017માં 32 લાખ ટન મગફળી પાકી હતી. જુનાગઢ અગાઉ મોહાલી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ જીનેડિટીંગ ટેકનીકનો ઉપયોગ કર્યો હતો.
જુનાગઢના સંશોધકોના જણાવ્યા પ્રમાણે મગફળીના તેલમાં 80% જેટલું ઓલીડ એસીડ અનેલાયનોલીક એસીડ હોય છે. લાયલોલીક એલિડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, જયારે ઓલીક એસીડ એ ઘટાડે છે.


Advertisement