મોબાઈલની બેટરી ઝડપથી ખલાસ કેમ થાય છે ? જાણો

30 July 2018 10:51 PM
Rajkot Technology
  • મોબાઈલની બેટરી ઝડપથી ખલાસ કેમ થાય છે ? જાણો

Advertisement

તમારા ફોનની બેટરી શા માટે ઝડપથી ખલાસ થઈ જાય છે? સમય જતાં ફોનની બેટરીનો ચાર્જ કેમ ખલાસ થઈ જાય છે? શા માટે તમારે વારંવાર ફોનની બેટરી ચાર્જ કરવી પડે છે? આપણે કેમ આજીવન ચાર્જ કર્યા વિના ચાલે તેવી બેટરી બનાવી શકતાં નથી? આવા અનેક પ્રશ્નો તમને સતાવી રહ્યા હશે પણ તેનો જવાબ આઇઓવા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટિવ માર્ટિન દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. આપણામાંનાં અનેક લોકોને તેમની ફોનની બેટરી ઝડપથી ખલાસ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે. ફોનના અનેક ઉત્પાદકો દ્વારા સતત એવો દાવો કરવામાં આવતો હોય છે કે તેમના ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે, તેને વારંવાર ચાર્જ કરવાની જરૂર પડશે નહીં, જોકે આ તમામ દાવા થોડા દિવસોમાં જ ખોટા પડવા લાગે છે.


વાસ્તવમાં બેટરીની ક્ષમતા પૂરી થઈ જવાને કારણે ફોનની બેટરી ઝડપથી ખલાસ થઈ જાય છે, પરિણામે દરેક વખતે તમારે ફોનની બેટરીને રિચાર્જ કરવી પડે છે. આ માટે અનેકગણી ઊર્જા વેડફાય છે. તમે ફોનની બેટરીને ચાર્જ કરવા માટે બેટરીના વાયરને પ્લગમાં ભરાવો છો તે વખતે જ અનેકગણી ઊર્જાની વપરાશ શરૂ થઈ જાય છે. કેટલીક ઊર્જા આપોઆપ વેડફાઈ જાય છે, આથી બેટરીને ફુલ કરવા માટે તમારે વારંવાર તમારા સ્માર્ટફોનને પ્લગ ઇન કરવો પડે છે. વાસ્તવમાં તે બેટરીનાં જીવનને વધુ ખરાબ બનાવે છે.


બેટરીમાં રહેલી ઊર્જાની સમય જતાં વપરાશ વધે છે. બેટરીની ક્ષમતા પણ ઘટે છે, આથી લાંબાગાળે બેટરીને રિચાર્જ કરીએ તો પણ તેમાં રહેલી ઊર્જા ઝડપથી ખાલી થવા લાગે છે અને બેટરીને વારંવાર ચાર્જ કરવાની જરૂર પડે છે.


બેટરી સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ બેટરી ખલાસ થવા માટે ઊર્જાની ક્ષમતા પૂરી થઈ જવાનાં કારણને મહત્ત્વનું ગણાવે છે. વાસ્તવમાં થર્મોડાયનેમિક્સના બીજા લો મુજબ જ્યારે કોઈ પ્રોસેસ શરૂ થાય છે ત્યારે તેની સાથે ફરી ઉપયોગમાં ન લઈ શકાય તેવી ઊર્જાની વપરાશ પણ શરૂ થાય છે. આને કારણે ફોનની વપરાશ ન હોવા છતાં તેમાંથી બેટરી તબક્કાવાર ખલાસ થતી રહે છે.

લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી શોધવાનું શક્ય નથી
સંશોધકો દ્વારા અવારનવાર બેટરી લાંબો સમય સુધી ચાર્જ રહે અને ફાસ્ટ ચાલે તેવાં સંશોધનો કરવામાં આવે છે, આમ છતાં તેમના માટે પણ આજીવન ચાલે કે લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી શોધવાનું શક્ય બન્યું નથી. પ્રો. સ્ટિવ માર્ટિન કહે છે કે એન્જિનિયર્સ ગમે તેટલી મહેનત કરે કે ગમે તેટલા પ્રયાસો કરે આજીવન ચાલી શકે તેવી ફોનની બેટરી તેઓ બનાવી શકવાના નથી.Advertisement