દેશમાં લઘુમતીઓ કરતા ગાય વધારે સુરક્ષીત છે !!

23 July 2018 09:50 PM
Rajkot India Politics
  • દેશમાં લઘુમતીઓ  કરતા ગાય વધારે સુરક્ષીત છે !!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરનો વિવાદાસ્પદ લેખ !

Advertisement

નવી દિલ્હી : પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ વખતે મોબ લિંચિંગ મુદ્દે વધારે એક વિવાદ પેદા કરી દીધો છે. પોતાનાં લેખમાં તેમણે લખ્યું કે, આ દેશમાં ઘણા સ્થળો પર મુસલમાન હોવા કરતા તો સારૂ છે કે ગાય હોવું. તેમની આ ટીપ્પણી અંગે રાજનીતિક જુથોમાં વિવાદ પેદા થઇ ચુક્યો છે. હજી થોડા દિવસો પહેલા જ તેમણે ભારતને હિંદૂ પાકિસ્તાન ગણાવ્યું હતું. ખાસ વાત છેકે થરૂર આ વિવાદ તેવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં નેતાઓને વિવાદિત નિવેદનોથી દુર રહેવા માટેની કડક સુચના આપી છે.

અંગ્રેજી અખબારમાં લખેલા લેખમાં થરૂરે આ ટીપ્પણી કરી હતી. તેમણે લખ્યું છેકે ગૃહમંત્રી રાજનાથસિંહે ભાજપ શાસનમાં મોબ લિંચિંગ ઘટનાઓ વધી હોવાનો ઇન્કાર કર્યો છે અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બસ નકવીએ કહ્યું કે, દેશમાં છેલ્લા 4 વર્ષોમાં કોઇ મોટુ સાંપ્રદાયિક તોફાન થયું નથી. બંન્ને નેતાઓ ખોટુ બોલી રહ્યા છે. તેમણે લખ્યું કે, જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે, હિન્દુત્વનો ઝંડો લઇને ચાલનારી શક્તિઓનાં કારણે દેશમાં ઘણા સ્થળો પર હિંસા થઇ છે. 2014 બાદથી અત્યાર સુધી લઘુમતી વિરોધી હિંસાઓમાં 389 લોકોનાં મોત થઇ ચુક્યા છે અને સેંકડો ઘાયલ થયા છે.

થરૂરે લખ્યું કે છેલ્લા 8 વર્ષોમાં ગૌહત્યા સંબંધિત 70 હિંસક ઘટનાઓ ઘટી છે. જેમાં 97 ટકા એટલે કે 70થી 68 ઘટનાઓ ભાજપના શાસનમાં થઇ છે. આ ઘટનામાં 28 લોકોનાં મોત નિપજ્યા છે. 136 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 86 ટકા શિકાર લોકો મુસ્લિમ છે. થરૂરે લખ્યું છે કે ગૌભક્તોનાં નિશાન પર માત્ર મુસ્લિમ જ નથી રહેતા, દલિત પણ તેનો શિકાર બની રહ્યા છે. તેમણે લખ્યું કે, ગૃહમંત્રાલયના રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરોના રેકોર્ડ અનુસાર 2014થી 2016 વચ્ચે સમગ્ર દેશમાં 2885 સાંપ્રદાયિક હિંસા થઇ.


Advertisement