વોટસઅેપ પર મળશે ટ્રેનની લાઈવ માહિતી

23 July 2018 12:22 PM
Technology
  • વોટસઅેપ પર મળશે ટ્રેનની લાઈવ માહિતી

રેલ્વેની અનોખી ભેટ

Advertisement

નવી દિલ્હી, તા. ર૩ સોશ્યલ મીડીયાના વધતા વપરાશને લઈને સરકાર પગ લોકોને ઘણી બધી સેવાઅો અોનલાઈન અાપવા માંડી છે. અા વખતે રેલ્વેઅે ભારતના ર૦ કરોડથી વધુ વોટસઅેપ યુઝસૅને મોટી ભેટ અાપી છે. હવે વોટસઅેપ પર જ તમે તમારી ટ્રેન કયાં છે અને કેટલા સમયમાં તમારા સ્ટેશન પર પહોંચશે તે અંગે જાણકારી મેળવી શકશો. અામ જનતાને પુછપરછ માટે ૧૩૯ પર કોલ કરવાના ઝંઝટમાંથી મુકિત મળશે. વોટસઅપ પર જ તમે ટ્રેનની માહિતી મેળવવા માગતા હોય તો ૭૩૪૯૩ ૮૯૧૦૪ને પોતાના ફોનમાં સેવ કરી લો. હવે તમારે માત્ર અેટલું જ કરવાનું છે કે જે ટ્રેનનું લાઈવ સ્ટેટસ તમે જાણવા માગો છો તે ટ્રેનનો નંબર અહીં મોકલવાનો રહેશે. મેસેજ મોકલ્યા બાદ ૧૦ સેકન્ડની અંદર તમને ટ્રેનની લાઈવ અપડેટ મળી શકશે. અા મેસેજમાં તમને ટ્રેન કયાં છે, કેટલી વારમાં અાગલા સ્ટેશન પર પહોંચશે તથા કેટલી મોડી ચાલી રહી છે. અાવી તમામ જાણકારીઅો તમને મળી શકશે.


Advertisement