1 ડોલર= 69.12: રૂપિયાનું મૂલ્ય ઐતિહાસિક નીચી સપાટીએ: યુએઈ દીહરામ પણ બળવાન

20 July 2018 04:51 PM
India
  • 1 ડોલર= 69.12: રૂપિયાનું મૂલ્ય ઐતિહાસિક નીચી સપાટીએ: યુએઈ દીહરામ પણ બળવાન

ડામાડોળ આર્થિક વાતાવરણ અમેરિકી પરિબળો હાવી

Advertisement

નવી દિલ્હી તા.20
ગઈકાલે ડોલર સામે રૂપિયો 69ની સપાટીથી પણ ઉંચે બંધ રહ્યા બાદ આજે તેનું મૂલ્ય એક તબકકે વધુ ઘટી 69.12 થયું હતું, પરંતુ એ પછી શરુઆતી કામકાજમાં 6 પૈસા જેટલો રિકવર થયો હતો.
યુરો સામે રૂપિયાનું મૂલ્ય 80.39 અને સ્ટર્લિંગ પાઉન્ડ સામે 89.82 જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક વખતથી ક્રુડના વધતા ભાવ, વિદેશી રોકાણમાં ઘટાડા, નિકાસ અને આયાત વચ્ચે વસ્તી ખાઈના કારણે વધી રહેલી વેપાર ખાધ જેવા કારણોસર રૂપિયાનું પતન થઈ રહ્યાનું છે. સામા પક્ષે અમેરિકી ડોલર અનેક કારણથી મજબૂત થઈ રહ્યો છે.
29 મે પછી ગઈકાલે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 43 પૈસાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો, અને 69.05ની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો.
ડોલર ઉપરાંત યુએઈ દિહરામ સામે પણ રૂા.18.80ના ભાવે બંધ રહ્યો હતો. અમેરિકામાં ફેડરલ બેંકના વડાએ સેનેટમાં મંતવ્ય આવ્યા પછી વ્યાજદરમાં વધારાની આશા જાગી છે.
ટ્રેડર્સ અને સટોડીયાઓ રૂપિયાને ટેકો આપવા નાણાકીય સતાવાળાઓનો હસ્તક્ષેપ નકારી રહ્યા છે. 28 જુને રૂપિયો 69.10ની સપાટીએ ઓલટાઈમ લો રહ્યો હતો પણ રિઝર્વ બેંકના હસ્તક્ષેપ પછી રિકવર થયો હતો.


Advertisement