અાધાર કાડૅ માટે વધુ ૧૦ કીટ અાવશે : રપ અોપરેટરની ભરતી

19 July 2018 07:07 PM
Rajkot
  • અાધાર કાડૅ માટે વધુ ૧૦ કીટ અાવશે : રપ અોપરેટરની ભરતી

કામગીરીમાં સરળતા થશે : સૌથી વધુ ભીડવાળા વોડૅમાં કેન્દ્ર ખોલવા પણ વિચારણા

Advertisement

રાજકોટ, તા. ૧૯ મ્યુનિ. કોપોૅરેશન દ્વારા હાલ ત્રણેય ઝોનમાં ૧પ કિટ મારફત કરવામાં અાવતી અાધારકાડૅની કામગીરીમાં ૧૦ કીટ વધુ જોડવાની છે ત્યારે અાજે રપ અોપરેટરની ભરતી માટે કાયૅવાહી કરવામાં અાવી હતી. મનપાના ત્રણેય ઝોન ખાતે અાધાર કીટ મુકવામાં અાવી છે. પાંચરુપાંચ કીટથી હાલ કામ ચાલે છે. ચાલુ વષેૅ અનેક સેવામાં અાધારકાડૅ જરૂરી બનતા નવા કાડૅ કરતા સુધારા માટે ખુબ ભીડ થઈ હતી. હજુ અા ભીડનો અંત અાવતો નથી અાથી મનપાઅે માંગેલી પૈકી ૧૦ નવી કીટ તુરંતમાં સરકાર ફાળવવાની છે. જે માટે વધુ સ્ટાફની પણ જરૂર પડવાની છે. અાજે નવા રપ અોપરેટર રોકવા અોપન ઈન્ટરવ્યુ રાખવામાં અાવ્યા હતા. અા અોપરેટરને જુદા જુદા ઝોનમાં કામગીરી સોપવામાં અાવનાર છે. અધિકારી નરેન્દ્ર અારદેસણા અને ટીમ દ્વારા અા ઈન્ટરવ્યુ લઈને ભરતી કરવામાં અાવી હતી. જોકે હવે અાધારકાડૅની કામગીરી રોજિંદી અને અનિવાયૅ હોય, કયા વોડૅમાં સૌથી વધુ ભીડ રહે છે તેનો અભ્યાસ કરાઈ રહયો છે. બાદમાં અાવા વોડૅમાં અાધાર કીટ મુકવાની શકયતા પણ તંત્ર ચકાસવાનું છે.


Advertisement