આઈડીયા સાથેના મર્જર પહેલાં સરકારની 3900 કરોડની ઉઘરાણીને વોડાફોને પડકારી

19 July 2018 07:05 PM
India

નોન-ઓકશન્ડ સ્પેકટ્રમ સામે પેમેન્ટનો વિવાદ

Advertisement

નવી દિલ્હી તા.19
આઈડીયા સેલ્યુલર સાથે મર્જર પ્રક્રિયા સાથે નોન ઓકશન્ડ સ્પેકટ્રમ સામે પેમેન્ટ તરીકે રૂા.3900 કરોડની સરકારની ઉઘરાણીને વોડાફોનએ પડકારી જણાવ્યું છે કે બાકી રકમ કરતાં એ 10% વધુ છે.
ટેલીકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને જણાવ્યું હતું કે બન્ને કંપનીઓ વચ્ચે મર્જરની પ્રક્રિયા આગળ ધપી રહી છે, અને જરૂરી પેમેન્ટ બાકી હોવાથી લીલીઝંડી અપાઈ નથી. વોડાફોનએ પેમેન્ટ ડિમાન્ડ બાબતે મંત્રાલયને પુછપરછ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ટેલીકોમ વિભાગે પેમેન્ટની માંગણી કરી એ સામે વોડાફોનએ વાંધો ઉઠાવ્યો છે. કંપનીએ ગણતરીમાં વિસંગતતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે.
વોડાફોન પાસેથી સરકારે રૂા.3900 કરોડની ઉઘરાણી કરી હતી તો આઈડીયા સેલ્યુલરને વનટાઈમ સ્પેકટ્રમ ચાર્જીસ તરીકે રૂા.3342 કરોડની બેંક ગેરંટી આપવા જણાવાયું હતું.


Advertisement