અેક તો મૃતક મહિલાનાં કાગળો ૧ કલાક મોડા અાપ્યા ઉપર જતાં તબીબે પોલીસ સમક્ષ ‘રોફ’ છાંટતા ચકચાર!

19 July 2018 07:02 PM
Rajkot

ગેરવતૅનનો ભોગ બનનાર હોસ્પિટલ પોલીસ ચોકીનાં અેઅેસઅાઈ જગુભાઈ ઝાલાનો પ્ર.નગર પીઅાઈને ધગધગતો રીપોટૅ સિવિલ હોસ્પિટલનાં તબીબનું પોલીસ સાથેનાં ગેરવતૅનનો સીલસીલો જારી!!

Advertisement

રાજકોટ તા. ૧૯ શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીનાં મૃતક મહિલાનાં કાગળો મોડા અાપ્યા હોવા છતાં લાજવાને બદલે ગાજેલા વધુ અેક તબીબે હોસ્પિટલ પોલીસ સ્ટાફ સાથે અસભ્ય વતૅન કયાૅની ગતરાત્રે ઘટના બની હતી. પાછળથી સિનિયર તબીબી અાલમની સમજાવટથી કસુરવાર તબીબે પોતાનાં સ્વહસ્તાક્ષરે પોલીસ સાથેનું ‘અસભ્ય વતૅન’ સ્વીકારી માફી માંગી લીધી હતી. પણ ગેરવતૅનનો ભોગ બનેલા અે.અેસ.અાઈ. જગુભાઈ ઝાલાઅે ઉપરી પોલીસ અધિકારીની સુચનાથી અાજે તબીબ અંગે ધગધગતો રીપોટૅ રજુ કરવાનાં હોય, નવાજુની થવાનાં અેંધાણો સજાૅયા છે. બનાવ બાબતે મળતી વિગતો મુજબ ધોરાજીનાં ઈસુબભાઈ તેમના પત્ની મુમતાઝબેનને બાઈક પર બેસાડી જુનાગઢથી ધોરાજી તરફ અાવતાં હતાં. ત્યારે ઝાલણસરનાં પાટીયા પાસે બાઈક અાડે કુતરૂ ઉતરવાથી બાઈક સ્લીપ થતાં મુમતાઝબેનને ગંભીર ઈજાઅો થઈ હતી. અા તકે તેમને પ્રાથમિક સારવાર જુનાગઢ અપાવ્યા બાદ વધુ સારવાર માટે ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહી રાત્રીના રુ ૯/૦૦ વાગ્યે મુમતાઝબેનનું સારવાર દરમિયાન મૃત્યુું થયું હતું. અા બનાવનાં કાગળો છેક સવા દશ વાગ્યાની અાસપાસ હોસ્પિટલ પોલીસ ચોકીને સોંપીને ફરજ પરનાં તબીબે અેક કલાક મોડુ કયુૅ હતું. કાયમી રૂટીન પ્રક્રિયાની અા વાતમાં તબીબની ગંભીર બેદરકારી છતી થઈ હોવા છતાં લાજવાને બદલે ગાજેલાં તબીબે મૃતકની ડેડબોડી, સોંપવા અને સ્વીકારવાં બાબતે રીતસરની ધમાચકડી બોલાવી હોસ્પિટલ ચોકીનાં અેઅેસઅાઈ જગુભાઈ ઝાલા સાથે ‘સત્તાના મેદમાં’ અસભ્ય વતૅન કયુૅ હતું. અાવા સમયે જગુભાઈઅે પ્ર.નગરનાં પીઅાઈ બી.અેમ. કાતરીયાને બનાવથી વાકેફ કરતાં અા પોલીસ અધિકારીઅે સાક્ષીરુપુરાવાઅો ઉભા કરી, અાજે સાંજ સુધીમાં તેમને રીપોટૅ અાપવાનું જગુભાઈને ફરમાન કયુૅ હતું. બીજી બાજું સિવિલ હોસ્પિટલમાં વધુ અેક તબીબે પોલીસ સાથે ગેરવતૅન કયુૅ હોવાનું જાણી ગયેલાં દશથી પંદર સિનિયર તબીબોઅે પોલીસ સાથે સમાધાન સાધી કસુરવાર તબીબની ભૂલને સ્વીકારી મામલો થાળે પાડયો હતો. પણ ગઈકાલે સવારે અેરુડિવિઝન પોલીસનાં મહિલા પીઅેસઅાઈ રામાનુજ સાથે અેક તબીબે ગેરવતૅન કયાૅ બાદ રાત્રીનાં બીજા તબીબે જગુભાઈ ઝાલા અે.અેસ.અાઈ. સાથે પણ બેકુફુ વતૅન કયાૅની ઉપરા છાપરી બીજી ઘટનાથી પોલીસ અે નમતું જાેખવા તૈયાર નહિં હોવાની ગતિવિધિઅો શરૂ થઈ છે. અાવા સમયે ‘હવે મારૂ અાવી બન્યુ’ તેવું સમજી અને જાણી ગયેલા તબીબે પોતાના સ્વહસ્તાક્ષરે પોલીસ સાથેનું અસભ્ય વતૅન સ્વીકારી, હવે બીજીવાર અાવી ભૂલ નહિં કરે’ તેવું લેખિતમાં પોલીસને સુપરત કરતાં અા ઘટનાં કાયદાકિય પ્રક્રિયા તરફ ઢસડાઈ રહી હોવાના સંજાેગો નકારી શકાતા નથી!ં


Advertisement