ઉનાના વાંસોજ ગામે મહિલાઓના રોષનો ભોગ બનતા કુંવરજીભાઈ; ઘરમાંથી બહાર કાઢી મુકયા

19 July 2018 05:17 PM
Gujarat
  • ઉનાના વાંસોજ ગામે મહિલાઓના રોષનો ભોગ બનતા કુંવરજીભાઈ; ઘરમાંથી બહાર કાઢી મુકયા

પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમ્યાન ઘરની પરિસ્થિતિ જોવા મામલે બનેલ બનાવ; ઉનાને વિશેષ પેકેજ આપવા માંગ

Advertisement

રાજકોટ/ઉના તા.19
ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસોજ ગામે પૂરની સ્થિતિ સંદર્ભે રાજય સરકારે કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાને કેમ્પ કરી બચાવ રાહત કામગીરી ઝડપી બને તે માટે મેદાનમાં ઉતાર્યા છે. ગઈકાલે વાંસોજ ગામે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા કુંવરજી બાવળીયાએ મકાનમાં ભરાયેલા પાણીની સ્થિતિ નિહાળવા ઈન્કાર કરતા મહિલાઓ વિફરી હતી. પાછળથી બાવળીયા આ મકાન જોવા જતા ઉશ્કેરાયેલી મહિલાઓએ કુંવરજી બાવળીયાને આડે હાથ લીધા હતા અને ભારે આક્રોશ વ્યકત કરી ઘરમાંથી કાઢી મુકયાનો વિડીયો વાયરલ થતા ચકચાર જાગી છે. પુરગ્રસ્તોના આંસુ લુછવા ગયેલા કુવરજી બાવળીયાએ આ ઘરની સ્થિતિ નહિ જોવાનું વલણ અપનાવતા અસરગ્રસ્તોમાં રોષ ફેલાયો છે.
કઆ ચકચારી બનાવમાં વાયરલ થયેલ વિડીયોમાં આમ તો અત્રે લખી શકાય નહિ તેવી ભાષા પણ અસરગ્રસ્ત મહિલાઓએ ઉચ્ચારી હતી. મહિલાઓનો આક્રોશ એવો હતો કે મત માંગવા તો આવો છો પણ અમારા મકાનમાં ભરાયેલ પાણી નુકશાન તો જુવો, આ તકે કુવરજી બાવળીયાએ પ્રથમ તો મકાનમાં જવાની ના પાડતા મહિલા વિફરી હતી અને કેબીનેટ
મંત્રી બાવળીયાને તતડાવી નાખ્યા હતા. બાદમાં કુવરજીભાઈ મહિલાના ઘરની સ્થિતિ નીહાળવા જતા આ મહિલાએ કુવરજીભાઈને ઘરમાંથી ખદેડી દઈ બહાર કાઢી મુકયા હતા અને વાતાવરણ ભારે ગરમાગરમ બની ગયુ હતું.
દરમ્યાન આજે સિનીયર આઈએએસ સુનયના તોમર તેમજ સંજયનંદને ઉના ખાતે પ્રજાના પ્રતિનિધિઓ, આગેવાનો, ધારાસભ્ય તેમજ સામાજીક સંસ્થાના આગેવાનો સાથે બેઠક યોજી ચીતાર મેળવ્યો હતો અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. આ તબકકે ધારાસભ્ય પુંજાભાઈ વંશે ઉના તેમજ ગીર ગઢડાની તબાહી મુદે રાજય સરકાર વિશેષ પેકેજ આપે, સરકારી નિયમ મુજબની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાય અત્યંત ઓછી છે આ મુદે અધિકારીઓએ પણ ઘટતું કરી પોતાનો રિપોર્ટ ભલામણો સરકારને કરશે તેવુ જણાવ્યુ હતું. આ દરમ્યાન કુંવરજી બાવળીયા મહિલાના રોષનો ભોગ બન્યાના વાયરલ થયેલા વિડીયોના મુદે ભારે ચકચાર જાગી છે.
---Advertisement