છેલ્લી ૧૪ કલાકમાં સૌથી વધુ ધોરાજીમાં ૪૬ મીમી વરસાદ

18 July 2018 10:02 PM
Rajkot Saurashtra
  • છેલ્લી ૧૪ કલાકમાં સૌથી વધુ ધોરાજીમાં ૪૬ મીમી વરસાદ

જામકંડોરણા-૩૩ મીમી, લોધિકા ૨૯ મીમી અને રાજકોટ શહેરમાં ૧૬ મીમી વરસાદ

Advertisement

આજે સવારના ૮-૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેર સહીત જીલ્લાના તાલુકા મથકો પર મેઘરાજાએ ધીમી સવારી ચાલુ રાખી હતી. છેલ્લી ૧૪ કલાકમાં સૌથી વધુ ૪૬ મીમી વરસાદ ધોરાજીમાં પડ્યો છે. જ્યારે જામકંડોરણા-૩૩ મીમી, લોધિકા ૨૯ મીમી અને રાજકોટ શહેરમાં ૧૬ મીમી વરસાદ પડ્યો છે.

આ સિવાય ગોંડલ ૧૩ મીમી, જેતપુર ૯ મીમી, કોટડાસાંગાણી ૫ મીમી, ઉપલેટા ૧૮ મીમી, રાજકોટ શહેર ૧૬ મીમી અને પડધરીમાં ૮ મીમી વરસાદ સરકારી કચેરીમાં નોંધાયો છે. જ્યારે જીલ્લાના જસદણ અને વિંછીયામાં આજે દિવસ દરમિયાન વરસાદનો વિરામ રહ્યો હોવાના અહેવાલો મળે છે.


Advertisement