પાસપોર્ટમાં હવે ફરી પોલીસ વેરીફીકેશન ફરજીયાત!

11 July 2018 06:42 PM
India
  • પાસપોર્ટમાં હવે ફરી પોલીસ વેરીફીકેશન ફરજીયાત!

તન્વી શેઠના વિવાદ બાદ સરકારે વધુ એક વખત નિયમ બદલ્યો હોવાના સંકેત

Advertisement

નવી દિલ્હી તા.11
દેશમાં પાસપોર્ટ મુદે વિવાદ જગાવનાર તન્વી શેઠ ઉર્ફે સાદીયાને કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્માસ્વરાજની દરમ્યાનગીરીથી રાતોરાત પાસપોર્ટ તો મળી ગયો અને આ મુદે સુષ્માએ જે દરમ્યાનગીરી કરી હતી તે પણ વિવાદાસ્પદ બની ગઈ પણ આ પ્રકરણ પછી દેશના નાગરિકોને પોલીસ વેરીફીકેશન વગર જે પાસપોર્ટ મળતો હતો તે સુવિધા બંધ કરી દેવાઈ છે. વાસ્તવમાં આ વર્ષે જ 1 જૂનના રોજ પોલીસ તપાસનો એક નવો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસ રીપોર્ટ ન આવ્યો હોય તો પણ પાસપોર્ટ ઈસ્યુ કરી શકાતો હતો અને તન્વી શેઠને આ નિયમથી જ તેના એડ્રેસ પર તે હાજર ન હોવા છતાં પાસપોર્ટ મળી ગયો હતો. પરંતુ તા.26 જૂનના રોજ આ વિવાદ સર્જાયા બાદ ફરી એક વખત પાસપોર્ટનો નિયમ બદલી નાંખવામાં આવ્યોછે અને હવે તમારે પાસપોર્ટ માટે જે સરનામુ બતાવાયુ હશે ત્યાં પોલીસ તપાસ સમયે હાજર થવુ જરૂરી રહેશે. એટલું જ નહી પોલીસ તમને પાંચ પોઈન્ટના સવાલ પૂછશે અને તેનો જવાબ આપવાનું રહેશે. લખનઉના ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી પિયુષ વર્માએ આ માહિતી આપી છે. તન્વી શેઠને 21 જૂને હાથોહાથ પાસપોર્ટ અપાવવામાં આવ્યો અને 26 જૂને પોલીસ રીપોર્ટ અપલોડ થયો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે તન્વી શેઠ ઉર્ફે સાદીયાનું જે સરનામુ બતાવાયુ હતું ત્યાં તે હાજર નથી તેઓ નોઈડામાં રહે છે બાદમાં તન્વી પર પાસપોર્ટમાં વિગત છુપાવવાનો કેસ દાખલ કરાયો હતો.


Advertisement