વી.સતિષની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની બેઠકો શરૂ

11 July 2018 06:39 PM
Gujarat

ચૂંટણી તથા આગામી કાર્યક્રમોની ચર્ચા થશે

Advertisement

ગાંધીનગર તા.11
પ્રદેશ ભાજપા મીડીયા સેલની યાદી જણાવે છે કે, આવતીકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક રાખવામાં આવેલ છે. જે બપોરે 2.00 કલાકે શરૂ થશે અને સાંજે 4.00 કલાકે પૂર્ણ થશે. આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ કોર ટીમના સભ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખોે તેમજ જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત, પ્રદેશ બેઠક બાદ સાંજે 4.00 કલાકથી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપાના તમામ મોરચાના પ્રદેશ હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી છે.


Advertisement