અમેરિકન અને યુરોપીયન કરતા દિલ્હી- વાસીઓ પાંચ ગણુ બ્લેક કાર્બન શ્ર્વાસમાં લે છે

11 July 2018 06:36 PM
India
  • અમેરિકન અને યુરોપીયન કરતા દિલ્હી- વાસીઓ પાંચ ગણુ બ્લેક કાર્બન શ્ર્વાસમાં લે છે

વાયુ પ્રદૂષણમાં એશિયન ક્ધટ્રીઓ મોખરે : વધતા જતા વાહનોની ચિંતા

Advertisement

નવી દિલ્હી તા.11
પાટનગર નવી દિલ્હીએ પ્રદૂષણનું ઘર બની ગયું છે. તમે દિલ્હીમાં કારમાં પ્રવાસ કરતા હો તો જે કાર્બન ડાયોકસાઈડનો સામનો કરો તે યુરોપ અને અમેરિકામાં કાર દ્વારા છોડાતા કાર્બન ડાયોકસાઈડ કરતા પાંચ ગણો વધુ હોય છે. એશિયન દેશોમાં એરપોલ્યુશન પશ્ર્ચિમી દેશો કરતાં અનેકગણું વધી ગયું છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રીપોર્ટ મુજબ એશિયાના વાયુ પ્રદૂષણના કારણે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 88 ટકા મતો વાયુ પ્રદૂષણની અસરના કારણે વહેલા થાય છે. બીજીંગમાં 2000ની સાલમાં 15 લાખ વાહનો હતા અને તે 2014માં 50 લાખ થઈ ગયા છે. દિલ્હીમાં 2010માં 47 લાખ વાહનો હતા જે 2030 સુધીમાં 2.56 કરોડ થઈ જશે. ઓટોગ્રાફીક એન્વાયર્નમેન્ટ નામના મેગેઝીનને આપવામાં આવેલી માહિતી મુજબ ભારત સહિતના દેશોમાં પગે ચાલતા લોકો, મોટરસાયકલ પર જતા કે સાયકલ પર જતા અને બસમાં ફરતા લોકો પ્રદૂષણનો સૌથી મોટો ભોગ બને છે. બ્રિટન અને અમેરિકા સહીતના દેશોમાં જે બ્લેક કાર્બન વાહનોથી ઉત્પન્ન થાય છે તેના કરતા ભારત સહીતના દેશોમાં 5 ગણુ થાય છે તેનું કારણ ડીઝલ તથા પેટ્રોલ સહીતના ઈંધણની નીચી ગુણવતા પણ હોય છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે હોંગકોંગ જેવા શહેરમાં બ્લેક કાર્બનનું પ્રમાણ યુરોપ કરતા ચાર ગણુ છે અને દિલ્હીમાં પાંચ ગણું છે.


Advertisement