મુસ્લીમ મહિલાઓને ભરણપોષણ મેળવવાનો શરતી અધિકાર: હાઈકોર્ટ

11 July 2018 06:35 PM
India
  • મુસ્લીમ મહિલાઓને ભરણપોષણ મેળવવાનો શરતી અધિકાર: હાઈકોર્ટ

પતિ જો કોઈ વ્યાજબી કારણ વગર જ પત્નીને સાથે ન રાખે તો જ ભરણપોષણ મળે

Advertisement

ભોપાલ તા.11
મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે હિન્દુ મેરેજ એકટ હેઠળ પત્નીને જે ભરણપોષણ માંગવાનો અધિકાર છે તેવો અધિકાર મુસ્લીમ કાનુન હેઠળ મુસ્લીમ મહિલાને ત્યારે જ મળશે કે જયારે પતિ કોઈ યોગ્ય કારણ વગર પત્નીને સાથે રાખવાનો ઈન્કાર કરતો હોય. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વંદના કાસરેકરે આ ચૂકાદામાં નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો હતો જેમાં એક મુસ્લીમ મહિલાએ હિન્દુ મેરેજ એકટની કલમ 24 મુજબ તેને પણ વચગાળાનું ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રીવા જીલ્લાની સીવીલ જજ કોર્ટે આ અરજી માન્ય રાખી હતી અને અદાલતે જણાવ્યું હતું કે પત્ની અલગ રહેતી હોય તો મુસ્લીમ મહિલાને પણ ભરણપોષણ માંગવાનો અધિકાર મળે છે. જેની સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે મુસ્લીમ કાનુન હેઠળ આ ચુકાદો આપવામાં આવ્યો નથી તેથી તે માન્ય ગણી શકાય નહી. હાઈકોર્ટે કહ્યું કે બંને પક્ષો મુસ્લીમ છે પરંતુ મુસ્લીમોમાં ભરણપોષણ અંગે કોઈ કાનુન નથી. આ પ્રકારનો કાનુન ફકત હિન્દુ મેરેજ એકટમાં છે. આ સ્થિતિમાં મુસ્લીમ મહિલાને ભરણપોષણ અંગે મુસ્લીમ હાઈકોર્ટનો એક કેસનો હવાલો આપવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે મુસ્લીમ મહિલાને ભરણપોષણ ત્યારે જ મળી શકે જયારે પતિ તેને કોઈ વ્યાજબી કારણ વગર સાથે રાખવાનો ઈન્કાર કરે.


Advertisement