બીટકોઈનમાંથી થયેલો નફો આવકવેરા પાત્ર: ટેકસ સ્લેબ હવે નકકી થશે

11 July 2018 06:32 PM
India
  • બીટકોઈનમાંથી થયેલો નફો આવકવેરા પાત્ર: ટેકસ સ્લેબ હવે નકકી થશે

કેપીટલ ગેઈન ટેકસ ગણવો કે અન્ય સ્ત્રોતથી આવક ગણવી ? નાણાખાતાનું માર્ગદર્શન મંગાયુ સરકારે ડીઝીટલ કરન્સી પર પ્રતિબંધ મુકયા બાદ હવે તેમાંથી આવકની તૈયારી કરી

Advertisement

નવી દિલ્હી તા.11
દેશમાં બીટકોઈન સહીતની ક્રિપ્ટોકરન્સીને અમાન્ય ગણાવતા અત્યાર સુધીમાં આ કરન્સી હેઠળ જે લોકોએ વ્યાપાર કરીને નુકશાન કે નફો કર્યો છે. તેને આવકવેરાના રીટર્નમાં દર્શાવવું ફરજીયાત બની ગયું છે અને આ આવકને કયા હેડ હેઠળ લેવી અથવા તો નુકશાની બાદ આપવી કે કેમ તે અંગે આવકવેરા ખાતુ નવા નિયમ બનાવી રહ્યું છે. ગત તા.6થી રીઝર્વ બેંકે આદેશ આપીને બેંકો દ્વારા થતા ક્રિપ્ટોકરન્સીના દરેક વ્યવહારોને ગેરકાનુની જાહેર કરી દીધાછે અને બેંકોએ પણ તેના ખાતામાંથી આ પ્રકારની કરન્સીની લેવડ દેવડને પ્રતિબંધીત કરી દીધી છે. હવે તેની સામે દેશના લાખો લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં જે રોકાણ કર્યું છે તેમાં વેચાણ બાદ જે નફો અથવા નુકશાન થયું છે તે અંગે આવકવેરા ખાતા પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે અનેતેઓએ આ ઈન્કમ કઈ રીતે ડીકલેર્ડ કરવું તે અંગે પણ પૂછયું છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે શેર અને અન્ય રીતે જે નફો-નુકશાન થાય છે તે રીતે જ ગણવા માટે નિયમ થઈ શકે છે. જો ક્રિપ્ટોકરન્સીને કેપીટલ એસએસ ગણાતી હોય તો તેના હોલ્ડીંગ સમય દરમ્યાનનો ટેકસ ગણવો જરૂરી બનશે અને લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ 20 ટકાના ધોરણે અથવા શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ આવકવેરો ભરનારના સ્લેબની ગણતરીએ વસુલાય તેવી ધારણા છે. જેની સામે જે લોકોને ખોટ ગઈ છે તેઓને આ બાદ આપવી કે નહી તે અંગે પણ પ્રશ્ર્ન છે. આ ઉપરાંત જેઓ આ ડીઝીટલ કરન્સીના માઈનીંગ અને ટ્રેડીંગમાં સામેલ છે. તેણે ઈન્કમટેકસના સ્લેબ મુજબ વસુલાત થઈ શકે છે. સામાન્ય પ્રેકટીસ મુજબ આ પ્રકારની ઈન્કમને અન્ય સ્ત્રોતથી આવક હેઠળ ગણવામાં આવે તો તેના પર 30 ટકા આવકવેરો લાગી શકે છે.


Advertisement