રાજયસભામાં હવે 22 ભાષાનો ઉપયોગ થઈ શકશે

11 July 2018 06:31 PM
India
Advertisement

આગામી ચોમાસુ સત્રથી રાજયસભામાં સાંસદો દેશના આઠમાં શેડયુલમાં નિશ્ર્ચિત કરાયેલી 22માંથી કોઈપણ એક ભાષામાં સભ્ય બોલી શકશે. રાજયસભાના ચેરમેન એમ.વેંકટયાનાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે લોકસભામાં આ વ્યવસ્થા હતી તે હવે રાજયસભામાં અપનાવવામાં આવી છે. સભ્ય તા.18 જુલાઈથી શરુ થનારા ચોમાસુ સત્રમાં આ 22માંથી કોઈપણ એક ભાષામાં બોલશે તો પણ તેનું ભાષાંતર અન્ય સભ્યોને ઓટોમેટીક મળશે. જેથી કરીને દૂર દૂરના વિસ્તારોમાંથી આવતા સાંસદો તેમના આ 22માંથી કોઈપણ માન્ય ભાષા બોલે તો પણ તેના માટે તકલીફ નહી હોય.


Advertisement