પત્નિ પુત્રવધુને મળતી ભેટ કરમુક્ત?

11 July 2018 06:30 PM
India
Advertisement

કેન્દ્રના મહિલા તથા બાળવિકાસ મંત્રી શ્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલને એક પત્ર લખીને આવકવેરા ધારામાં સુધારાની માંગ કરી છે. જેમાં પત્ની અને પુત્રવધુને જે ગીફટ કે ભેટ તેના સગા સંબંધી તરફથી મળે તેને ગીફટ એકટ હેઠળથી બાકાત રાખવાની જોગવાઈ કરવા જણાવ્યું છે. મેનકા ગાંધીએ કહ્યું કે પત્ની અથવા પુત્રવધુને તેના જીવનકાળ દરમ્યાન પિતા અને કુટુંબના અન્ય સભ્યો તરફથી ભારતીય પરંપરા મુજબ ભેટો મળતી હોય છે જે સોના અને રોકડમાં હોય છે. આ ભેટોને ગીફટ એકટ હેઠળ મુક્તિ મળવી જોઈએ જેથી મહિલાઓ પોતાની અંગત આર્થિક સલામતી વધારી શકે.


Advertisement