થાઈલેન્ડની દુર્ગંમ ગુફામાંથી બાળકોને સલામત કરવામાં ભારતની મદદ કામ કરી ગઈ

11 July 2018 06:25 PM
India
  • થાઈલેન્ડની દુર્ગંમ ગુફામાંથી બાળકોને સલામત કરવામાં ભારતની મદદ કામ કરી ગઈ

થાઈલેન્ડના વડાપ્રધાને તાકીદની મદદ બદલ ભારતનો આભાર માન્યો

Advertisement

નવી દિલ્હી તા.11
થાઈલેન્ડમાં એક દુર્ગંમ ગુફામાં ફસાયેલા જુનીયર ફુટબોલર ટીમના કોચ સહીતના 13 સભ્યોને સલામત રીતે ઉગારવા માટે ભારતીય મદદ પણ કામ કરી ગઈ છે અને જો આ મદદ ન મળી હોત તો આ બાળકોને ઉગારવાનું મુશ્કેલ હતું અને મદદ માટે થાઈલેન્ડના વડાપ્રધાને ભારતનો આભાર પણ માન્યો છે. થાઈલેન્ડની થામતુઆમ ગુફામાં જે બાળકો ફસાયા હતા તેને ઉગારવા માટે થાઈલેન્ડે ભારતની મદદ માંગી હતી અને ભારતથી હેવી કેબીએસ ફલડ પંપ મોકલવામાં આવ્યા હતા. જેના કારણે ગુફામાંથી પાણી ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ મળી હતી અને આ ફલડ પંપ ભારતની કીલોર્સકર કંપની જ બનાવે છે અને તે દુનિયાભરમાં સપ્લાય કરે છે. થાઈલેન્ડની સરકારે ભારત સરકારનો સંપર્ક કરીને આ હેવી ફલડ પંપ તાત્કાલીક મોકલવા જણાવતા જ દિલ્હીથી કીલર્સકર કંપનીનો સંપર્ક કરીને ગણતરીના કલાકોમાં આ ફલડ પંપ ઉતારાયા હતા. જેને કારણે આમ ગુફામાંથી બાળકોને સલામત કરી શકાયા.


Advertisement