ગીર સોમનાથ, સોરઠ, બોટાદ જિલ્લામાં વધુ ૧ થી પ ઇંચ વરસાદ : ગામડા જળબંબાકાર

11 July 2018 06:23 PM
Rajkot
  • ગીર સોમનાથ, સોરઠ, બોટાદ જિલ્લામાં વધુ ૧ થી પ ઇંચ વરસાદ : ગામડા જળબંબાકાર

સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર ત્રણ જિલ્લામાં મહેર : રાજકોટ સહિતના વિસ્તારોમાં માત્ર મેઘાડંબર તાલાલામાં ધોધમાર પોણા પાંચ ઇંચ : નદી-નાળા છલકાઈ ગયા વેરાવળમાં સાડા ત્રણ ઇંચ : માધવરાય મંદિરમાં પાણી ઘુસ્યા : માંગરોળ ર। ઇંચ કોડીનાર-સુત્રાપાડા પંથકમાં પાણી પાણી : માળીયા અને વિસાવદરમાં અઢી ઇંચ બરવાળામાં ૪ ઇંચ, રાણપુર, બોટાદ અને ગઢડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ

Advertisement

રાજકોટ તા.12
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા તળાવો, ચેકડેમો છલકાયા છે. સૌરાષ્ટ્રના જુગાગઢ, અમરેલી, ગીર સોમનાથ ઉના વિસ્તારમાં 1થી 3 ઈંચ વરસાદ આજે સવારથી બપોર સુધી નોંધાયો છે. ઉના દરિયાઈ વિસ્તારની પટીમાં મુશળધાર 6 ઈંચ વરસાદ વરસતા ત્રણ ગામો બેટમાં ફેરવાયા છે.
ઉના પંથક
ઉના પંથકના દરીયા કાંઠાળના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી બપોર સુધીમાં 5થી 6 ઈચ વરસાદ વરસ્યો છે. ઉનાના દરિયાકાંઠાળ વિસ્તારના પાલડી, નવાબંદર, કોબ, ચીખલી, તડ, કોલવાણ, સૈયદ રાજપરા વિગેરે ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલડી સહિતના ત્રણ ગામોમાં પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા છે.
દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના અન્ય તાલુકા મથકમાં બપોર સુધી નોંધાયેલ વરસાદમાં સૌથી વધુ કોડીનારમાં બે ઈચ પાણી પડી ગયાના વાવડ મળ્યા છે. આ ઉપરાંત તાલાલા-સુત્રાપાડામાં હળવા ભારે ઝાપટા તથા ગિરગઢડા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ થયાના સમાચારો મળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થયાના સમાચાર છે ધોકળવા, લોઢવા, નવાબંદર વિસ્તારમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. વેરાવળ, નવાબંદર, ઉનામાં દરીયામાં તોફાની મોજા
ઉછળી રહ્યા છે. વરસાદના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાતાવરણમાં ભારે ઠંડક સાથે બજારો મોટા ભાગે અડધી ખુલ્લી, અડધી બંધ જોવા મળી છે.
ભાવનગર જિલ્લો
ભાવનગર શહેર-જિલ્લામાં વાદળોની જમાવટ વચ્ચે આજે સવારથી બપોર સુધીમાં છુટાછવાયા ઝાપટા પડી ગયાના સમાચાર છે. જિલ્લાના એક પણ તાલુકામાં કોઈ નોંધપાત્ર વરસાદ પડયો નથી. આ દરમ્યાન વાતાવરણમાં સખ્ત બફારો અને પવન મંદ પડી ગયો હોય વરસાદ થવાના સંકેતો મળ્યા છે.
અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં આજે સતત મેઘસવારી શરૂ રહેતા અને જયાં આજ સુધીમાં સૌથી ઓછો વરસાદ પડયો હતો અને શહેરીજનોને સતત હાથતાળી આપતો વરસાદ અમરેલી શહેરમાં મહેમાન બન્યો હતો. સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ પાણી પડી જવા પામ્યું છે. જેને લઈ શહેરના તમામ માર્ગો ઉપર પાણક્ષ પાણી થઈ જવા પામ્યુ છે અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પરંતુ અમરેલીના જળાશયમાં પાણીની આવક થવા પામી નથી.
અમરેલી શહેર આજુબાજુમાં સતત વરસાદ પડી રહ્યો હતો પરંતુ અમરેલી શહેરમાં વરસાદ પડતો ન હોય, લોકો વરસાદના આગમન માટે થઈ નજર બીજાવી બેઠા હતા ત્યારે આજે સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ લભગભ 11 વાગ્યા પાસે વરસાદે સ્પીડ પકડી હતી અને લગભગ બપોર સુધીમાં 33 મીમી વરસાદ નોંધાયો છે. જયારે આ લખાય છે ત્યારે ધીમીધારે વરસાદ શરૂ રહેવા પામેલ છે.
આજે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલીમાં 33 મીમી બગસરા 6 મીમી ધારી 2 મીમી જાફરાબાદ 13 મીમી લાઠી 5 મીમી લીલીયા 22 મીમી સા.કુંડલા 27 મીમી અને વડીયામાં 25 મીમી વરસાદ નોંધાયો છે.
જુનાગઢ જિલ્લો
સોરઠ પંથકમાં સતત ત્રીજા દિવસે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. જુનાગઢ જિલ્લામાં વહેલી સવારથી બપોર સુધી વરસાદ વરસ્યો હતો જેમાં ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા સોનરખ નદીમાં પુર આવ્યુ હતું. દામોદર કુંડમાં પુર વહી ગયુ હતું.
સવારથી બપોર સુધી જુનાગઢમાં 2 ઈંચ, વિસાવદર 1 ઈંચ, વંથલી-ભેંસાણમાં 0॥ ઈંચ અને મેંદરડામાં ઝાપટુ વરસ્યુ હતું. સોરઠ પંથક ઠંડોગાર બન્યો છે.


Advertisement