વિદેશ વ્યાપારમાં લીકવીડીટી ક્રાઈસીસ

11 July 2018 06:21 PM
Business
Advertisement

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂા.14000 કરોડથી વધુ રકમના ફ્રોડ બાદ નિરવ મોદી તો વિદેશ ભાગી ગયો છે પણ તેને બેન્કો તરફથી વિદેશ વ્યાપાર માટે અપાતા લેટર ઓફ અન્ડરસ્ટેન્ડીંગ અને બાયસ્ક્રેડીટનો જે દુરુપયોગ કર્યો તેના કારણે અન્ય આયાત-નિકાસકારોને પણ સહન કરવું પડયું છે અને બેન્કોએ ધિરાણમાં બ્રેક લગાવી દેતા લીકવીડીટી ક્રાઈસીસ સર્જાઈ છે. અગાઉ પેમેન્ટ સર્કલ 270 દિવસનું હતું તે બેન્કોએ ઘટાડીને 90 દિવસનું કરી નાખ્યું છે જેના કારણે આયાત-નિકાસકારોને વિદેશમાંથી પેમેન્ટ મોડુ મળે કે તેને ચૂકવવાનું થાય તો ખાનગી નાણા ગોતવા પડે છે.


Advertisement