ગ્લોબલ ઈનોવેશન રેન્કીંગમાં ભારત 57માં સ્થાને

11 July 2018 06:20 PM
Business
Advertisement

ગ્લોબલ ઈનોવેશન રેન્કીંગમાં ભારતે 3 સ્ટેપ આગળ વધીને 57મું સ્થાન મેળવ્યું છે. જો કે ભારતનું સ્પર્ધક ચીન ચાર સ્ટેપ આગળ વધીને 17માં સ્થાને પહોંચ્યું છે. ભારતે તેથી 126 દેશોની યાદીમાં ચીન અને અન્ય દેશો સાથે ઘણું કરવાનું બાકી છે. 2018નું આ રેન્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નંબર વન સ્થાને સ્વીટઝરલેન્ડ, બીજા નંબરે નેધરલેન્ડ, ત્રીજા સ્થાને સ્વીડન, ચોથા સ્થાને બ્રિટન, પાંચમાં સ્થાને સિંગાપોર, છઠ્ઠા સ્થાને અમેરિકા, સાતમા સ્થાને ફીનલેન્ડ, આઠમા સ્થાને ડેનમાર્ક, નવમા સ્થાને જર્મની અને દસમાં સ્થાને આયર્લેન્ડ છે.


Advertisement