એરટેલ વિદેશમાંથી 6900 કરોડ રૂપિયાની લોન મેળવશે

11 July 2018 06:20 PM
Business India
Advertisement

હાલ રીલાયન્સ જીઓ સામે જબરી સ્પર્ધાનો સામનોકરી રહેલી દેશની નંબર વન મોબાઈલ કંપની એરટેલ હવે તેના ફોરજી નેટવર્કને વિસ્તારવા અને ફાઈવજી ની તૈયારીકરવા વિદેશમાંથી 6900 કરોડનું નવું ભંડોળ મેળવવાની તૈયારીમાં છે અને આ માટે વિદેશની ઈન્વેસ્ટર બેન્કીંગ કંપનીઓ સાથે વાટાઘાટ થઈ રહી છે. કુલ 5થી6 બેન્કો ભેગી થઈને એરટેલને આ ધિરાણ આપશે. હાલમાં વોડાફોન અને આઈડીયા એક થઈ રહ્યા છે તેથી સ્પર્ધા વધવાની શકયતા છે. એરટેલ પર અગાઉથી જ રૂા.95229 કરોડનું દેવું છે.


Advertisement