એમસીએકસ અને એનએસઈ વચ્ચે જોડાણની તૈયારી

11 July 2018 06:19 PM
Business India
Advertisement

હાલ નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ) અને મલ્ટી કોમોડીટી એકસચેંજ ઓફ ઈન્ડીયા (એમસીએકસ) બંને અલગ અલગ રીતે કામ કરે છે. તે હવે કામકાજની દ્રષ્ટીએ એક થાય અને વન સ્ટોપ શોપ તરીકે કામ કરે તેવી તૈયારી છે. આ અંગે વૈશ્ર્વિક કંપનીઓને સલાહ આપવા માટે રોકવામાં આવી છે અને જો આ બંને એકસચેંજ મર્જર થઈ જશે તો દેશના ઈકિવટી અને કોમોડીટી વ્યાપારમાં 60 ટકા હિસ્સો આ એક કંપનીનો થઈ જશે. ઉપરાંત બંનેના એક થવાથી એક જ એકસચેંજ પર તમામ પ્રકારના વ્યાપારની સુવિધા રહેશે. મુંબઈ સ્ટોક એકસચેંજે પણ અગાઉ એમસીએકસ સાથે જોડાણની તૈયારી કરી હતી પણ તે સફળ થઈ ન હતી.


Advertisement