ઈરુવે બિલ વિનાની વધુ અેક ટ્રક ઝડપી લેતુ રાજકોટ જી.અેસ.ટી. તંત્ર

11 July 2018 06:10 PM
Rajkot

વેરારુદંડ પેટે રૂા. ૯૪ હજારની વસુલાત : વિભાગરુ ૧૧ દ્વારા દશ દિ'માં રૂા.પ૦ લાખની વસુલાત

Advertisement

રાજકોટ, તા.૧૧ રાજકોટ સહિત રાજયભરમાં જયારથી માલ લઈને જતા ટ્રકો માટે ઈરુવે બિલ ફરજિયાત બનાવાયા છે. ત્યારથી જી.અેસ.ટી. તંત્ર દ્વારા રચાયેલી મોબાઈલ ચેકીંગ ટીમો પણ સક્રિય બની છે. રાજકોટ જી.અેસ.ટી. વિભાગનાં ડીવીઝન ૧૦ અને ૧૧ની અન્વેષણ વીંગની મોબાઈલ ચેકીંગ ટીમો પણ સૌરાષ્ટ્ર નાં હાઈરુવે ઉપર સતત કાયૅરત છે અને સમયાંતરે ઈરુવે બિલ વિનાની ટ્રકો ઝડપી લઈ દંડ અને વેરાની વસુલાત કરી રહી છે. તાજેતરમાં જ વિભાગ ૧૧ની ટીમ દ્વારા બ્રાસ પાટૅની અેક ગાડી ઝડપી લઈ રૂા. રપ લાખથી વધુનાં વેરા અને દંડની વસુલાત કરી હતી. દરમ્યાન ગઈકાલે ફરી વિભાગરુ૧૧થી મોબાઈલ ચેકીંગ ટીમ દ્વારા સામખીયાળી હાઈરુવે ઉપર ઘડીયાલ ભરેલી અેક ટ્રક રોકીને ચેકીંગ કરતાં તેમાં ઈરુવે બિલ મળી અાવેલ ન હતું. અાથી તંત્રઅે વેરા અને દંડ પેટે વેપારી પેઢી પાસેથી રૂા. ૯૪ હજારનાં દંડની વસુલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિભાગરુ૧૧ની ચેકીંગ ટીમો દ્વારા ચાલુ માસ દરમ્યાન જ બ્રાસ પાટૅ ટીમ્બર, ઘડિયાલ વગેરે ભરેલી ટ્રકો ઈરુવે બિલ વિના ઝડપી લીધી હતી. અને વેરો તથા દંડ પેટે રૂા. પ૦ લાખની વસુલાત કરી છે. ગત માસમાં પણ વિભાગરુ૧૦ દ્વારા ર૦ ટ્રકો ઝડપી અને વેરા દંડ પેટે રૂા. ર૦ લાખની વસુલાત કરાઈ હતી.


Advertisement