પુનિતનગર કર્મચારી સોસાયટીમાં જુગાર કલબ ઝડપાઈ: 10 મહિલાની ધરપકડ

11 July 2018 06:09 PM
Rajkot
  • પુનિતનગર કર્મચારી સોસાયટીમાં જુગાર કલબ ઝડપાઈ: 10 મહિલાની ધરપકડ

જુગારના દરોડા બાદ મહિલાઓને ઝ5ડી તાલુકા પોલીસ મથકે લાવ્યા બાદ એક મહિલાએ ધબધબાટી બોલાવતા કાયદાનું ભાન કરાવ્યાની લોકોમાં ચર્ચા

Advertisement

રાજકોટ તા.11
પુનિતનગરની કર્મચારી સોસાયટીમાં ભીમસીંગ આહીરના મકાનમાં મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 10 મહિલા અને મકાન માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કર્મચારી સોસાયટીમાં રહેતા ભીમસીંગ આહીરના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ મથકનાં મહિલા એ.એસ.આઇ. એસ.આર.સોલંકી, તોરલબેન જોષી, દિપલબેન ચૌહાણ, રાહુલભાઇ ગોહેલ, હર્ષદસિંહ અને રૂપેશભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતાં સુખસાગર સોસાયટીના હીનાબા મયુરસિંહ જેઠવા, કૃષ્ણનગરનાં આરતીબા વજેસિંહ રહેવર, લાભદીપ સોસાયટીના દક્ષાબેન હિતેષભાઇ દવે, નવલનગરનાં માધવીબેન રાજુભાઇ પરમાર, શાંતિબેન લક્ષ્મણભાઇ આડેસરચા, શ્રીનાથજી સોસાયટીમાં રહેતા દિવ્યાબેન વિજયભાઇ દેવડા, રૈયાધાર શ્યામલ રાજ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન અનિલભાઇ નથવાણી, ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા નયનાબેન વનરાજસિંહ સરવૈયા, પૂનિતનગર મેલડી માતાના મંદિર પાસે રહેતા સરોજબેન વિજયભાઇ સોનરાત, ધરમનગર કર્વાટરમાં રહેતી ખુશ્બુબેન અમીતભાઇ દળવી અને મકાન માલિક ભીમસીંગ ભોજાભાઇ આહીરની ધરપકડ કરી બધાને પોલીસ મથકે લઇ આવ્યા હતા.
જ્યાં જુગારના દરોડામાં ઝડપાયેલી એક મહિલાએ પોલીસ મથકે ધબધબાટી બોલવતાં પોલીસે તેેને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.


Advertisement