જડેશ્ર્વર સોસાયટી અને રજપૂતપરામાં જુગારનો દરોડો : ૧૧ શખ્સોની ધરપકડ

11 July 2018 06:08 PM
Rajkot
  • જડેશ્ર્વર સોસાયટી અને રજપૂતપરામાં જુગારનો દરોડો : ૧૧ શખ્સોની ધરપકડ

જડેશ્ર્વર સોસાયટીમાંથી છ શખ્સો રૂા. પપ,૪૦૦ની રોકડ સાથે ઝબ્બે રજપૂતપરામાં ખોડીયાર ચેમ્બરમાંથી છ મોબાઈલ સહિત રૂા. ૭ર,ર૦૦ના મુદામાલ સહિત પાંચ પકડાયા

Advertisement

રાજકોટ, તા.૧૧ શહેરના જડેશ્ર્વર સોસાયટી અને રજપૂતપરા મેઈન રોડ પર જુગારનો અખાડો ચાલી રહયો હોવાની બાતમી પોલીસને મળતા જુગાર સ્થળ પર દરોડો પાડી જુગટુ રમતા ૧૧ જુગારીઅોને ઝડપી પાડી ૬ મોબાઈલ સહિત કુલ રૂા. ૧,ર૭,૬૦૦નો મુદામાલ કબ્જે કયોૅ હતો. મળતી માહિતી મુજબ શહેરના રજપૂતપરા મેઈન રોડ ખોડીયાર ચેમ્બર અોફિસ નં.ર૦માં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચાલી રહયો હોવાની બાતમી અે ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.અેસ.અાઈ. અેસ.વી.સાખરાને મળતા જુગાર સ્થળ પર દરોડો કરી તીનપતીના નાલનો જુગટુ રમી રહેલા ભાવેશ પ્રભુદાસભાઈ મકાણી (ઉ.વ.૪૮, રહે. રામજી મેપા પ્લોટ શેરી નં. ર, પીપળીયા હોલ), હીરેન રસીકભાઈ મકવાણા(ઉ.વ.૩ર, રહે. ભગવતીપરા વિનાયક ફલેટ), રાજેશ રમેશભાઈ ભટી(ઉ.વ.૩૮, રહે. જામનગર રોડ, વૃંદાવન અેપાટૅમેન્ટ), શૈલેષપરી પ્રભાતપરી ગોસ્વામી (ઉ.વ.૩૬, રહે. શ્રીનગર સોસાયટી), રણજીત દેવાયતભાઈ દાસોટીયા(ઉ.વ.૩૬, રહે. સહકાર સોસાયટી)ની ધરપકડ કરી ૬ નંગ મોબાઈલ ફોન કિંમત રૂા. રપ૦૦૦/રુ અને રોકડ રૂપિયા ૪૭ર૦૦ સહિત કુલ રૂપિયા ૭રર૦૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે જડેશ્ર્વર સોસાયટી પાસે અાવેલ ભડીયા વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમાઈ રહયો હોવાની બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના હરદેવસિંહ રમુભા જાડેજાને મળતા જુગાર સ્થળ પર દરોડો પાડી તીનપતીનો જુગાર રમી રહેલા વિજયભાઈ સવજીભાઈ ઠુમ્મર (ઉ.વ.૪૬) (રહે. અયોઘ્યા સોસાયટી શેરી નં.૬), જયંતિભાઈ ભવાનભાઈ ટીંબડીયા(ઉ.વ.૪૪, રહે. રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.પ), રણજીતભાઈ કાનજીભાઈ વાઢેર (ઉ.વ.૩૭, રહે. સિઘ્ધિ વિનાયક પાકૅ શેરી નં.૩), અરજણભાઈ ઉફેૅ અજીત દેવાયતભાઈ હેરભા (ઉ.વ.૪૦, રહે. જયોતિનગર) સંજય દિનેશભાઈ મોદી(ઉ.વ.૪ર, રહે. ગુંદાવાડી શેરી નં.રપ), મોહનભાઈ જગમાલભાઈ છૈયા (ઉ.વ.૪પ, રહે. ગ્રીનપાકૅ સોસાયટી મેઈન રોડ)ની ધરપકડ કરી રોકડ રૂપિયા પપ,૪૦૦ કબ્જે કરી હતી.


Advertisement