તમામ 48 રાજમાર્ગો પર ‘વોલ ટુ વોલ’ પેવીંગ બ્લોક શરૂ : ગંદકીનો પ્રશ્ર્ન હલ થશે

11 July 2018 06:04 PM
Rajkot
  • તમામ 48 રાજમાર્ગો પર ‘વોલ ટુ વોલ’ પેવીંગ બ્લોક શરૂ : ગંદકીનો પ્રશ્ર્ન હલ થશે

ખાલી જગ્યામાં કચરો નહી જામે : સફાઇ પણ સરળ બનશે : સ્વચ્છતામાં સુધારાની આશા

Advertisement

રાજકોટ તા.11
રાજકોટના મુખ્ય રાજમાર્ગોના બંને ખૂણા તરફ કચરો અને ગંદકી જામતા હોય, આ હાલત સ્માર્ટ સીટીની શોભા બગાડે છે. આથી અગાઉ નક્કી કરવામાં આવ્યા મુજબ આજથી તમામ 48 રાજમાર્ગો પર વોલ ટુ વોલ પેવીંગ બ્લોક ફીટ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે કમિશ્નર બંછાનિધિ પાનીએ અધિકારીઓ સાથે કરેલી રીવ્યુ બેઠકમાં આ કામ તાબડતોબ પુરૂ કરવા સૂચના આપી હતી તો શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરનાર સ્ટે.કમીટી ચેરમેન ઉદય કાનગડે રાજમાર્ગો ચોખ્ખા ચણાક રહે તે માટે ચોમાસામાં જ આ કામ પૂરા થઇ જાય તે જોવા અધિકારીઓને જણાવ્યું છે.
શહેરમાં મહાપાલિકાએ નક્કી કરેલા કુલ 48 રાજમાર્ગો આવેલા છે. આ તમામ માર્ગો દબાણમુકત રાખવાનો નિર્ણય અગાઉ લેવાઇ ચુકયો છે. આ સાથે જ તમામ રસ્તા સ્વચ્છ પણ રહે તે માટે મનપા પ્રયત્નો કરે છે. હવે આ રસ્તાઓ પર ઓછામાં ઓછો કચરો રહે તેવુ આયોજન કરાયું છે. રાજમાર્ગોના ડીવાઇડરના ખૂણા પર સઘન સફાઇ કરવામાં આવે છે. પરંતુ રોડના બંને છેડે ડામર રોડ પૂરો થાય ત્યાં જગ્યામાં કચરો અને ગંદકી જામતા રહે છે. આથી ત્યાં યોગ્ય સફાઇ થઇ શકતી નથી.
હવે આ ભાગમાં પેવીંગ બ્લોક મૂકી દેવામાં આવે તો ત્યાં ગંદકી જામતી રોકી શકાય તેમ છે. આથી કમિશ્નર અને ચેરમેને માર્ગોના બંને છેડા પેવીંગ બ્લોકથી મઢવા ચર્ચા કરી હતી. તેના ભાગરૂપે હવે શહેરમાં કમ સે કમ 48 રાજમાર્ગો પર ગંદકી ઘટશે તેવી આશા છે.


Advertisement