ભાવનગર રોડ પર ધરાર પ્રેમીએ વિધવા અને તેની કૌટુંબિક બહેનને છરીના ઘા ઝીંકી દીધા

11 July 2018 05:59 PM
Bhavnagar
  • ભાવનગર રોડ પર ધરાર પ્રેમીએ વિધવા અને તેની કૌટુંબિક બહેનને છરીના ઘા ઝીંકી દીધા

પતિના મિત્રનો મિત્ર ઘણા સમયથી લગ્ન કરી લેવાનું કહી ત્રાસ ગુજારતો હોવાની સવારે પોલીસને જાણ કરી: રાત્રે બહેન સાથે માતાના ઘરે જતા રસ્તામાં રીક્ષા આંતરી હુમલો કર્યો

Advertisement

રાજકોટ, તા 11
રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતી રહેતા વિધવા મહિલા અને તેના કૌટુંબિક બહેનને ધરાર પ્રેમીએ ભાવનગર રોડ પર આંતરી છરીના ઘા ઝીંકી દીધા હતા.મહિલાએ સવારે જ આ શખ્સના ત્રાસ અંગે ફોન કરી પોલીસને જાણ કરી હતી.જેથી ઉશ્કેરાઇ રાત્રીના તેણે આ કૃત્ય આચર્યું હતું.બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ચુનારાવાડ ચોકમાં રહેતા મંજુબેન મેઘજીભાઈ મોરવાડીયા (ઉ.વ 32) નામના કોળી મહિલાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા તેમના માસીની દીકરી રેખાબેન પિન્ટુભાઈ જીજુવાડીયા (ઉ.વ 30) (રહે. ચુનારાવાડ શેરી.ન 6 રાજકોટ) સાથે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રાત્રીના ભાવનગર રોડ આરએમસી કચેરીના ગેઇટ સામે ચુનારવાડમાં ડાભી હોટલવાળી શેરીમાં રહેતા લખન બચુ માલાણીએ રિક્ષાને આંતરી રેખાબેનને ગાળો આપી છરી વડે ડાબા પગમાં એક ઘા મારી દીધો હતો. મંજુબેન વચ્ચે પડતા તેને પણ જમણા હાથના અંગૂઠામાં છરીનો ઘા મારી ઇજા કરી ફ્રેકચર જેવી ઇજા કરી હતી.બાદમાં આ શખ્સ નાસી ગયો હતો.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રેખાબેનના પત્ની અને પુત્રનું દોઢ વર્ષ પૂર્વે અકસ્માતમાં મોટ થયું હતું.ત્યારબાદ તેમના પતિના મિત્રનો મિત્ર લખન તેની પાછળ પડી ગયો હોય અને લગ્ન કરવા દબાણ કરતો હતો.લખન સામે અગાઉ અગાઉ એકથી વધુ ગુના નોંધાયા હોઈ મહિલાએ લગ્નની ના કહેતા ત્રાસ ગુજરાતો હતો.આ અંગે મહિલાએ ગઈકાલ સવારના પોલીસને ફોન કરી જાણ કરી હતી.રાત્રીના રેખાબેન નવાગામમાં રહેતા તેની માતાના ઘરે જતા હતા દરમિયાન આ ઘટના બની હતી. બનાવ બાદ ઘવાયેલા બંને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવની વધુ તપાસ ફોજદાર કે.કે પરમાર ચલાવી રહ્યા છે.


Advertisement