કોળી સમાજમાં ડેમેજ ટાળવા કોંગ્રેસની તૈયારી: ગાંધીનગરમાં વર્તમાન અને પુર્વ ધારાસભ્યો મળ્યા

11 July 2018 05:38 PM
Gujarat
  • કોળી સમાજમાં ડેમેજ ટાળવા કોંગ્રેસની તૈયારી: ગાંધીનગરમાં વર્તમાન અને પુર્વ ધારાસભ્યો મળ્યા
  • કોળી સમાજમાં ડેમેજ ટાળવા કોંગ્રેસની તૈયારી: ગાંધીનગરમાં વર્તમાન અને પુર્વ ધારાસભ્યો મળ્યા

કુંવરજીભાઈ ગયા છે સમાજ કોંગ્રેસની સાથે: પુંજાભાઈ

Advertisement

રાજકોટ: ગુજરાતમાં કુંવરજી બાવળીયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસમાં કોળી સમાજમાં નવા નેતૃત્વને ઉભુ કરવા તથા કોળી સમાજને કોંગ્રેસ સાથે જોડી રાખવાના પ્રયાસ સાથે એજ ગાંધીનગરમાં પક્ષના પીઢ ધારાસભ્ય પુંજાભાઈ વેધ (ઉના) સોમાભાઈ પટેલ (લીંબડી), બાબુભાઈ વાંજા (માંગરોળ), ઋત્વીક મકવાણા (ચોટીલા), વિમલ ચુડાસમા (ગીર સોમનાથ) તથા રાજુભાઈ ગોહીલ (ધંધુકા) ઉપરાંત પક્ષના પુર્વ ધારાસભ્યો અને અગ્રણીઓની એક બેઠક ગાંધીનગરમાં મળી હતી.
ભારતીય જનતા પાર્ટીમાં માં નવા વરાયેલા કુંવરજી બાવળિયા 3 જાન્યુઆરી 2019 પહેલા ચૂંટણી જીતવી એ કાનૂની રીતે ફરજીયાત બને છે ત્યારે ભાજપ સરકાર જસદણના પિતા ઇલેક્શનમાં આજે ચૂંટણી જાહેર કરે તો કોંગ્રેસ સંપૂર્ણ રીતે જીત મેળવવા તૈયાર હોવાનો દાવો પરેશ ધાનાણીએ કર્યો હતો અને જણાવ્યું હતું કે દિવાળી પર્વ બાદ રાજસ્થાન છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ ની સાથે ગુજરાતનું બાઈ ઈલેક્શન આવી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર આ તમામ ચૂંટણીનો 31 ડીસેમ્બર 2018 પહેલા સંપન્ન કરશે તેવા સંકેતો વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આપ્યા છે આ ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં આવનાર દિવસોમાં ઘરવાપસી અને ભરતી મેળો આયોજિત કરવામાં આવશે અને આ માટે કોંગ્રેસ પક્ષ તમામ રીતે સજ્જ હોવાનું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં માહિતી આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ઘરવાપસી અને ભરતી મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા અને ભારતીય જનતા પાર્ટી માં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓને કોંગ્રેસ પક્ષમાં પરત લાવવામાં આવશે અને આ માટેની વિશેષ જવાબદારીઓ પણ આપી દેવામાં આવી છે આ અંગે પરેશ ધાનાણી એ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નું ઘર ભૂલી ગયેલા આગેવાનો અને કાર્યકર્તાઓને પરત લેવા માટેનો આ એક પ્રયાસ છે અને આ મામલે પ્રદેશના નેતૃત્વમાં કોર કમિટીમાં ચર્ચા પણ કરી દીધી છે અને સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે સત્તા અને શિસ્તમાં શિસ્ત ને વધુ મહત્વ અપાશે પરંતુ ભૂતકાળમાં કોઇક કારણોસર ભૂલ કરીને ભાજપ સાથે જોડાઈને પસ્તાવો થતો હોય તેવા નેતાઓને ઘર વાપસી માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે અને ઘનિષ્ઠ ચર્ચા બાદ તેમને કોંગ્રેસ પક્ષમાં જોડી દેવામાં આવશે આ માટે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અગ્રણી-નેતાઓ અને હોદ્દેદારોની આ અંગેની જવાબદારી સોંપી દેવામાં આવી છે જે લોકો કોંગ્રેસ પક્ષની વિચારધારાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી સત્તા પરિવર્તન યાત્રામાં સહયોગ આપવા માંગતા લોકોને બિનશરતી કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લુ આમંત્રણ પણ આપવામાં આવી છે ભરતી મેળા દરમિયાન ઘરવાપસી માં કયા કયા નેતાઓ કોંગ્રેસ હાઇકમાન્ડ નો સંપર્ક કર્યો છે તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પરેશ ધાનાણી સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના કેટલાક નેતાઓ ના સપના ભાગી ગયા છે ત્યારે લોકતંત્ર ની સ્થાપના કરવા અને બચાવવા કોંગ્રેસને સમર્થન આપવા માંગતી કેટલીક વ્યક્તિઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે પ્રદેશ કક્ષાએ ચર્ચા-વિમર્શ હજુ પણ ચાલુ છે શિસ્તના આગ્રહી લોકોની જ કોંગ્રેસમાં ઘરવાપસી કરવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું આ પ્રસંગે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ થશે ત્યારે કોંગ્રેસ પક્ષનો શું રોલ રહેશે તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ અંગે અમને હજુ સુધી કોઇ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી તે ચર્ચા પણ થઇ નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી સમક્ષ જ્યારે આ મુદ્દો આવશે ત્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું તેમ જણાવ્યું હતું આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન અંગે વિશેષ વિચારો રજૂ કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે બિન અનામત વર્ગ ના લોકો ની સરકારી સુવિધાઓ લાભ ન તો તેવા લોકોને પૂરતી તકો પ્રાપ્ત થાય એવી માગણી આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સરકારે સરકારી યોજનાઓની જાહેરાતો પણ કરી દીધી છે એટલે રાજ્યની ભાજપ સરકાર મજબૂર બની ગઈ છે જેમાં પ્રત્યેક આંદોલનકારીઓની જીત થઇ હોવાનું જણાવ્યું હતું પરંતુ સરકારે પણ સની વિવિધ વર્ગોની લાગણીઓ ધ્યાને રાખીને નીતિ ઘડવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી જોકે અલ્પેશ ઠાકોર આંદોલનમાં નહીં જોડાય તો આ વિશે તમારી શું પ્રતિક્રિયા છે તેવું પુછતાં ઉત્તર આપવાનું ટાળ્યું હતું.


Advertisement