ફુંક મારુ તો કોંગ્રેસના સુપડા સાફ થાય: કુંવરજીભાઈ

11 July 2018 05:36 PM
Gujarat
  • ફુંક મારુ તો કોંગ્રેસના સુપડા સાફ થાય: કુંવરજીભાઈ

અમરેલીમાં મે જ ધાનાણીને જીતાડયા હતા

Advertisement

ગાંધીનગર તા.11
કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા કુંવરજી બાવળિયા હજુ પણ બળવાન હોવાનો દાવો કરી રહ્યા છે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના મતવિસ્તારમાં તેઓ એક ફૂંક મારે તો કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય તેવો દાવો કેબિનેટ બેઠક બાદ પત્રકારો સમક્ષ કર્યો હતો
આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને કેટલાક આગેવાનોની એક બેઠક સંદર્ભે પ્રતિક્રિયા આપતા કેબિનેટ મંત્રી માજી બાવળિયાએ જણાવ્યું હતું કે કોળી સંગઠન આજે પણ મારુ જ છે અને રહેશે તેમાં કોઇ શક નથી આવતા દિવસોમાં વધુ મજબૂતાઈથી અમે આગળ વધીશું ઉપરાંત આજે મળેલી બેઠકમાં હાજર રહેલા કેટલાક કોળી આગેવાનો ને પોતે જ આ મિટિંગમાં મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે તમામ લોકો મારા સમર્થનમાં છે અને મારી વ્યક્તિ છાપ અને મારા કામથી સમર્પિત રહ્યો છું અને એ તમામ લોકો વ્યક્તિગત રીતે મારી સાથે જોડાયેલા જ છે મારા સમાજના લોકો સોમાભાઈ અને પુંજાભાઈ વંશ ને સારી રીતે ઓળખે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મને જે મહત્વની જવાબદારી સોંપી છે તેને હું આગળ વધારી અને મારા મત વિસ્તાર નંદનવન બનાવીશ તેમ જણાવ્યું હતું આ તબક્કે વિપક્ષી નેતા પરેશ ધાનાણી પર પ્રહાર કરતા કોઈ સ્પષ્ટ જણાવ્યું હતું કે આવનાર પેટાચૂંટણીમાં જંગી બહુમતીથી જીતીશ અને કોને કોનું સમર્થન છે તે તમામ બાબતોથી વાકેફ છું ભૂતકાળમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી ના મત વિસ્તાર અમરેલીમાં બેઠક જીતવી દુષ્કર હતી પરંતુ પોતાના પ્રયત્નોથી આ બેઠક મે જીતાડી છે જોકે હવે આ ચૂંટણી દરમિયાન હું એક ફૂંક મારું તો પરેશ ધાનાણી ના સૂપડાં સાફ થઈ જાય તેમ છે તેવો વેધક પ્રહાર કરી કુંવરજી બાવળીયાએ કાઉન્ટર જવાબ આપ્યો હતો


Advertisement