સુરતના બારડોલીમાં સવારે 4 કલાકમાં 6 ઈંચ: વલસાડની ભેરવી નદી ભયજનક સપાટીથી ઉપર, બચાવ ટીમો તૈનાત

11 July 2018 05:22 PM
Gujarat
Advertisement

રાજકોટ તા.11
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો દોર જારી જ રહ્યો હતો. આજે સવારે ચાર કલાકમાં સુરતના બારડોલીમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની હાલત સર્જાઈ હતી. આ સિવાય નવસારીના ચીખલી ખેરગામમાં 4 કલાકમાં 4॥-4॥ ઈંચ વરસાદ પડયો હતો. નવસારી શહેરમાં 4 ઈંચ, ડાંગની વધઈમાં 3॥ ઈંચ, સુરતના માંડવીમાં 3॥ ઈંચ, જલાલપોર તથા ગણદેવીમાં ત્રણ ઈંચ પાણી વરસ્યુ હતું.
વલસાડમાં પણ વરસાદનો દોર જારી રહ્યો હતો. ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. વલસાડની ભેરવી નદી ભયજનક સપાટીથી ઉંચે પહોંચતા નીચાણવાળા ભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એનડીઆરએફ સહીતની બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.


Advertisement