મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ખુંખાર ડાકુ રાજકોટથી ઝડપાયો

11 July 2018 05:20 PM
India
  • મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ખુંખાર ડાકુ રાજકોટથી ઝડપાયો
  • મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ખુંખાર ડાકુ રાજકોટથી ઝડપાયો
  • મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ખુંખાર ડાકુ રાજકોટથી ઝડપાયો

ક્રાઈમ બ્રાંચની ટીમે વેશપલ્ટો કરી બેડી બાયપાસ ચોકડી પાસેથી ખુંખાર શખ્સને દબોચી લીધો બળાત્કાર, અપહરણ, લુંટ, દારૂની ફેકટરી ચલાવવા સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપી પર રૂા.ર0 હજારનું ઈનામ હતું વોન્ટેડ શખ્સ સામે એમ.પી.ના આમ્બુઆ, ઉદયગઢ ઉપરાંત ગુજરાતના પોલીસ મથકોમાં ગુના નોંધાયા હતા. પી.આઈ. ગઢવી અને પી.એસ.આઈ. કાનમીયાની ટીમની પીઠ થાબડતા કમિશ્ર્નર: આરોપીની આગવી ઢબે સરભરા કરાઈ

Advertisement

રાજકોટ તા.11
મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનના વોન્ટેડ અને જેના પર ર0,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેવા ખુંખાર રેપીસ્ટ અને ડાકુને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસેથી પકડી લીધો હતો. લુંટ, મારામારી, અપહરણ, બળાત્કાર, દારૂ સહિતના ગુનાઓમાં સંડોવણી ધરાવનાર આ ખુંખાર અપરાધીને મધ્યપ્રદેશની પોલીસ છેલ્લા છ માસથી શોધી રહી હતી. જે સૌરાષ્ટ્ર તરફ આવ્યો હોવાની બાતમી મળ્યા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ત્રણ દિવસ મજુરોનો વેશ ધારણ કરી ખાનગી રાહે શોધખોળ હાથ ધરી અંતે આ કુખ્યાત શખ્સ રમેશ માનસિંગ મેડાને પકડી પાડયો હતો. જે બદલ પોલીસ કમિશ્ર્નર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાંચની પીઠ થાબડી હતી. આરોપીને ઝડપી લીધા બાદ આ નામચીન શખ્સને કમિશ્ર્નર કચેરીમાં આવેલા લીંમડે લઇ જઇ પોલીસે આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મધ્યપ્રદેશના અલીરાજપુરજીલ્લા આંમ્બુઆ પોલીસ સ્ટેશન તથા ઉદયગઢ પોલીસ સ્ટેશનના અપહરણ, બળાત્કાર, લુંટ, મારામારી, દારૂ, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ડાકુ રમેશ માનસિંગ મેડા આદીવાસી ભીલ (ઉ.વ.36) (રહે.બેડી જુવારી ગામ ઉદયગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ)ને શહેરની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસે ઝડપી લીધા બાદ આ મામલે વિગતો આપવા કમિશ્ર્નર કચેરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં ડી.સી.પી. ઝોન-ર કરણરાજ વાઘેલા તથા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ.ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ કમિશ્ર્નર અનુપમસિંહ ગેહલોતની સુચના હેઠળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના આમ્બુઆ અને ઉદયગઢ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ એવા ખુંખાર રેપીસ્ટ ડાકુ સૌરાષ્ટ્ર તરફ આવ્યો હોવાની બાતમીના આધારે તેને શોધી કાઢવા એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એચ.એમ.વઢવી તથા પી.એસ.આઇ. આર.સી.કાનમીયા તથા તેમની ટીમ દ્વારા આ ખુંખાર ડાકુને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આ ખુંખાર અપરાધીને પકડી પાડવા માટે શહેરની બહારના વિસ્તારોમાં વેશ પલ્ટો કરી મજુરો જેવો વેશ ધારણ કરી આરોપીને શોધી કાઢવા તપાસ ચલાવી હતી. દરમ્યાન ત્રણ દિવસની સખત મહેનત બાદ પોલીસે આ વોન્ટેડ શખ્સ રમેશ માનસિંગ મેડાને રાજકોટની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસે પકડી પાડયો હતો.
વોન્ટેડ શખ્સ રમેશ ઝડપાતા પાંચ જેટલા ગુનાઓના ભેદ ઉકેલવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે સફળતા સાંપડી છે. આરોપી રમેશ માનસિંગ અગાઉ અલીરાજપુરના ઉદયગઢ પોલીસ સ્ટેશનના વિસ્તરમાં લુંટ તેમજ ગુજરાતના ભરૂચ જીલ્લામાં કરજણમાં વાહન ચોરી તથા લુંટ તેમજ જાલોદ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી આમોદ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે.
આ વોન્ટેડ શખ્સ અંગે વધુમાં વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે રમેશ મેડા મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના આમ્બુઆ પોલીસ સ્ટેશનમાં વર્ષ ર017ના અપહરણના ગુનામાં વોન્ટેડ હતો આ ઉપરાંત અહીં જ વર્ષ ર018માં સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પણ સંડોવાયો હતો. તથા ઉદયગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વર્ષ ર015માં બળાત્કારના ગુનામાં ર018માં મારામારીના ગુનામાં તથા વર્ષ ર018માં ગેરકાયદે દારૂની ફેકટરી ચલાવવાના ગુનામાં વોન્ટેડ હતો.
આરોપી સામે આ અલગ અલગ ચાર ગુનામાં ર0,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશની પોલીસ છેલ્લા છ માસથી આ ખુંખાર શખ્સના સગડ મેળવવા શોધખોળ કરી રહી હતી. દરમ્યાન તે રાજકોટ તરફ આવ્યો હોવાની એમ.પી. પોલીસને જાણ થતાં તેમણે આ અંગે રાજકોટ પોલીસને જાણ કરતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે તાકીદે સઘન તપાસ હાથ ધરી છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપી નાશતા ફરતા આ ખુંખાર આરોપીને પકડી પાડયો હતો.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચની પી.આઇ. એચ.એમ.ગઢવીની રાહબારી હેઠળ પી.એસ.આઇ. આર.સી.કાનમીયા તેમજ હેડ કોન્સ્ટેબલ જગમલભાઈ ખટાણા, જયસુખભાઇ હુંબલ, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, સંજય રૂપાપરા, રવિરાજસિંહ જાડેજા, સ્નેહભાઇ ભાદરકા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ખુંખાર શખ્સ સગીરાને ઉઠાવી અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી દુષ્કર્મ ગુજારતો
મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનના વોન્ટેડ અને જેના પર ર0,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેવા ખુંખાર રેપીસ્ટ અને ડાકુને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસેથી પકડી લીધો હતો. આ ખુંખાર રમેશ મેડા સગીરાઓ સાથે દુષ્કર્મના ગુનાઓમાં પણ વોન્ટેડ હતો.
પોલીસે આ ખુંખાર અપરાધીના કરતુત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રમેશ મેડા કારખાનામાં કામે જતી સગીરાઓનો પીછો કરી તેનું અપહરણ કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી તે પોતે તથા તેના સાથીદારો આ સગીરા પર સતત ચારથી પાંચ દીવસ સુધી દુષ્કર્મ ગુજારતા બાદમાં પોતાની હવસ સંતોષાતા તેઓ સગીરાને કોઇ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કુખ્યાત શખ્સ અંગે બાતમી આપવાની કોઇ હિંમત ન કરતું
મધ્યપ્રદેશના અલીરાજપુત જીલ્લા આંમ્બુઆ પોલીસ સ્ટેશન તથા ઉદયગઢ પોલીસ સ્ટેશનના અપહરણ, બળાત્કાર, લુંટ, મારામારી, દારૂ, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ડાકુ રમેશ માનસિંગ મેડા આદીવાસી ભીલ (ઉ.વ.36) (રહે.બેડી જુવારી ગામ ઉદયગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ)ને શહેરની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસે ઝડપી લીધો હતો.
આ નામચીન શખ્સને મધ્યપ્રદેશની પોલીસ છ માસથી શોધી રહી હતી જેને પકડી પાડવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચને સફળતા સાંપડી છે. પોલીસે આ શખ્સની દહેશત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ખુંખાર અપરાધી કે તેના સાથીદારો અંગે કોઇ માહિતી આપવા હિંમત કરતું ન હતું. જો કોઇ તેના વિશે હરફ પણ ઉચ્ચારે તો આ શખ્સ તથા તેના સાથીદારો બાતમી આપનારના બુરા હાલ કરતાં હોય કોઇ આ શખ્સ વિશે પોલીસની પુછપરછમાં કંઇ કેવા તૈયાર થતું ન હતું.

ક્રાઇમ બ્રાંચની ટીમે વોન્ટેડ શખ્સને પકડી પાડવા મજુરોનો વેશ ધારણ કર્યો’તો
રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશમાં વોન્ટેડ રેપીસ્ટ ડાકુને બેડી બાયપાસ પાસે ઝડપી પાડયો હતો. આ શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો જેને રાજકોટ પોલીસે ત્રણ દિવસની સખત મહેનત બાદ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા ખાસ યુક્તિ અજમાવી હતી.
આ અંગે માહિતી આપતા ડી.સી.પી. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતુંં કે આ ખુંખાર અપરાધીને પકડી પાડવા માટે શહેરની બહારના વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચની ટીમે વેશ પલ્ટો કરી મજુરો જેવો વેશ ધારણ કરી આરોપીને શોધી કાઢવા તપાસ ચલાવી હતી. દરમ્યાન ત્રણ દિવસની સખત મહેનત બાદ પોલીસે આ વોન્ટેડ શખ્સ રમેશ માનસિંગ મેડાને રાજકોટની ભાગોળે બેડી બાયપાસ ચોકડી પાસે પકડી પાડયો હતો.

ડાકુ અને રેપીસ્ટ રમેશ મેડાની ક્રાઈમ કુંડળી
મધ્યપ્રદેશના અલીરાજપુરજીલ્લા આંમ્બુઆ પોલીસ સ્ટેશન તથા ઉદયગઢ પોલીસ સ્ટેશનના અપહરણ, બળાત્કાર, લુંટ, મારામારી, દારૂ, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ડાકુ રમેશ માનસિંગ મેડા આદીવાસી ભીલ (ઉ.વ.36) (રહે.બેડી જુવારી ગામ ઉદયગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ)ને આજરોજ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડયો છે.
આ નામચીન શખ્સ સામે એકથી વધુ ગુનાઓ નોંધાયા છે. રમેશ મેડા મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના આમ્બુઆ પોલીસ સ્ટેશનમાં વર્ષ ર017ના અપહરણના ગુનામાં વોન્ટેડ હતો આ ઉપરાંત અહીં જ વર્ષ ર018માં સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પણ સંડોવાયો હતો. તથા ઉદયગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વર્ષ ર015માં બળાત્કારના ગુનામાં ર018માં મારામારીના ગુનામાં તથા વર્ષ ર018માં ગેરકાયદે દારૂની ફેકટરી ચલાવવાના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી સામે આ અલગ અલગ ચાર ગુનામાં ર0,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.


Advertisement