સૌરાષ્ટ્રના ૮ સહિત ર૩ મામલતદારોની બદલી

11 July 2018 04:53 PM
Saurashtra

ટંકારાના મહિલા મામલતદારને અાણંદમાં અને જામજોધપુરના પંડયાને ટંકારામાં મુકાયા

Advertisement

રાજકોટ, તા. ૧૧ સૌરાષ્ટ્રના ૮ સહિત ર૩ મામલતદારોને રાજય સરકારે વતનનો લાભ અાપી વિનંતી કરાતા બદલીના હુકમો કરી વહીવટી તંત્રમાં નવા ફેરફાર કયાૅ છે. ટંકારા મામલતદારને અાણંદ તથા જામનગર જિલ્લાના જામજોધપુરના પંડયાને ટંકારા મુકતા હુકમો થયા છે. રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કરેલા બદલીના હુકમોમાં ભાવનગરના અેમ.વી.મકવાણાને પાટણ, ચંદ્રિકાબેન પટેલને અાણંદ, દેવશી અાંબલીયાને ભાવનગરથી વતનનો લાભ અાપી વેરાવળ, બાબુભાઈ પરમારને પંચમહાલ, હષૅદ સંઘવીને અમદાવાદ અૌડામાં, અેમ.બી.રાઠોડને ખેડા, ગીરીશ સોલંકીને પાલનપુર, અાર.અે.પટેલને ભાવનગરના ઉમરાળા, અાર.ડી.મલેકને દાહોદ, બી.યુ.રાઠવાને દાહોદ, યુ.કે.જોષીને ખેડાથી અમદાવાદ, ડી.કે.પરમારને પાટણથી વડોદરા, અે.સી.પ્રજાપતિને વેરાવળથી જામજોધપુર, પી.પી.પ્રજાપતિને ગાંધીનગર, અાર.કે.રાવલને ગાંધીનગર, અેસ.કે.ડાભીને મહેસાણા, જે.અેલ.પટેલને વલસાડથી બદલી સ્વવિનંતી હેઠળ પોરબંદર જિલ્લામાં, અેમ.જી.સોલંકીને મહેસાણાથી ગાંધીનગર, કે.અે.પટેલને વડોદરાથી વલસાડ, અાઈ.જી.ગામિતને તાપીથી પોરબંદર તથા કે.અેમ.રાઠોડને અમદાવાદથી બદલી અાણંદ જિલ્લામાં મુકવામાં અાવ્યા છે. દરમ્યાન મામલતદારોની બદલીઅોના મોટા ભાગે કરાયેલી ટ્રાન્સફરમાં સ્વવિનંતી અને વતનનો લાભ અાપવામાં અાવ્યો હોવાનું જાણવા મળેલ છે. અાગામી સપ્તાહમાં હવે અધિક નિવાસી કલેકટરોની બદલીઅો તથા નાયબ કલેકટરથી અધિક નિવાસી કલેકટરના પ્રમોશન અાપવામાં અાવે તેવું મનાય છે.


Advertisement