આજની દુરંતો અને આવતીકાલનો સૌરાષ્ટ્ર મેલ રદ

11 July 2018 04:38 PM
India
  • આજની દુરંતો અને આવતીકાલનો સૌરાષ્ટ્ર મેલ રદ

મુંબઇ સાથેનો ટ્રેન વ્યવહાર હજુ પૂર્વવત થયો નથી : બાન્દ્રા, જામનગર, વાપીથી ટર્મીનેટ થશે

Advertisement

મુંબઇ તા.11
મહાનગરી મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસના ભારે વરસાદના કારણે જે ટ્રેન વ્યવહાર ખોરવાઇ હતો તે હજુ પણ પૂર્વવત થયો નથી અને ગુજરાત તથા સૌરાષ્ટ્ર ભણી આવતી પશ્ર્ચિમ રેલ્વેની અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. રાજકોટથી આજે ઉપડતી દુરંતો ટ્રેન આજે રદ થઇ છે. ગઇકાલે મુંબઇથી રાજકોટ દુરંતો ટ્રેન રદ થતા તેની રેકના અભાવે આજની દુરંતો રદ કરવામાં આવી છે તો આવતીકાલની સૌરાષ્ટ્ર મેલ કે જે સાંજે 6:10 કલાકે ઉપડે છે તે પણ રદ કરવામાં આવી છે. જો કે આજની જનતા બપોરે 3:2પ કલાકે સમયસર રવાના કરવામાં આવી હતી. બીજી તરફ બાન્દ્રા, જામનગર, સૌરાષ્ટ્ર જનતા આજે બાન્દ્રાથી વાપી સુધી દોડશે. જયારે ગઇકાલે ભાવનગર બાન્દ્રા જે ગઇ હતી તે વાપી સુધી જ પહોંચી હતી અને તે આજે ટર્મીનેટ થઇને વાપી, જામનગર સુધી દોડશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની અનેક ટ્રેનો રદ થતા બંને તરફ હજારો મુસાફરો ફસાઇ ગયા છે. મુંબઇથી આવતી જતી તમામ ટ્રેનોને ઉમરગાવ આગળ ગઇકાલથી જ અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે કર્ણાવતી એકસપ્રેસ, અમદાવાદ ડબલડેકર એકસપ્રેસ, દાદર-ભૂજ તથા બાંદ્રા ચંદીગઢ સુપરફાસ્ટ, સૂર્યનગરી એકસપ્રેસ સહિતની 12 ટ્રેનો રદ થઇ છે. રેલવેએ અઘ્ધવચ્ચે રહેલા મુસાફરોને નજીકના સ્ટેશન સુધી પહોંચાડીને આગળની જર્ની માટે બસ સહિતની વ્યવસ્થા કરી છે.


Advertisement