જય હો.... ફ્રાન્સને પછાડી ભારત વિશ્ર્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ

11 July 2018 04:29 PM
India
  • જય હો.... ફ્રાન્સને પછાડી ભારત વિશ્ર્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ

ભારતની જીડીપી 2.597 મીલીયન ડોલરે પહોંચી: હજુ પાંચ દેશો ભારતથી આગળ જો કે 134 કરોડની વસ્તી ધરાવતા દેશ સામે ફકત 6.70 કરોડની વસ્તી ધરાવતા ફ્રાન્સના લોકોની સરેરાશ માથાદીઠ આવક ભારતીય કરતા 20 ગણી વધુ છે

Advertisement

પેરીસ તા.11
કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર છે. ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્ર્વની છઠ્ઠુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયું છે. વર્લ્ડ બેંકના 2017ના રીપોર્ટ મુજબ ભારતનો જીડીપી 2.597 ટ્રીલીયન ડોલર 2016-17માં નોંધાયો છે. જયારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રીલીયન ડોલર રહ્યો છે. આમ ભારતે જૂન 2017 બાદ અગાઉની ધીમી ચાલને પાછળ રાખીને જે ઝડપ બતાવી તે તેને માટે ફાયદાકારક બની છે. ભારતની વસ્તી 134 કરોડની છે અને તે વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટો દેશ છે. જયારે ફ્રાંસની વસ્તી 6.70 કરોડની છે. જેનો અર્થ એ થાય છે કે ભારતની પ્રતિ વ્યક્તિ આવક ફ્રાન્સ કરતા 20 ગણી ઓછી છે. આમ જીડીપી વધવા છતાં ભારત સરેરાશ વ્યક્તિગત આવકમાં ઘણું નીચું ગયું છે. ભારતના જીડીપીના વધારામાં ઉત્પાદન અને ગ્રાહક ખર્ચને કારણે આ સ્થાન હાંસલ થયું છે. જો કે નોટબંધી અને જીએસટીને કારણે ભારતના અર્થતંત્રને થોડો બ્રેક લાગ્યો હતો પરંતુ તે ફરી સ્પીડ પકડવા લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડના રીપોર્ટ મુજબ ભારત ચાલુ વર્ષે 7.4 ટકા અને 2019ના અંતે 7.8 ટકાનો વિકાસદર હાંસલ કરશે. જો કે ભારતે હજુ વિશ્ર્વના પાંચ અર્થતંત્રને પછાડવાના છે. જેમાં બ્રિટન, જર્મની, જાપાન અને ચાઈના ઉપરાંત નંબર વન સ્થાને પહોંચવા માટે અમેરિકાને પછાડવું પડશે.


Advertisement