જામનગરમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓએ ધરણા યોજી સરકારને આવેદનપત્ર પાઠવ્યું

11 July 2018 04:21 PM
Jamnagar
Advertisement

જામનગર તા. 11 :
આંગણવાડીની કર્મચારી મહિલાઓના પગાર વધારા સહિતી માંગણીઓના પ્રશ્ર્ને ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ (બી.એમ.એસ.) દ્વારા જામનગરમાં ગઇકાલે સાંજે ધરણા યોજી જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગત 26/27 મે-2018 ના રોજ રામનરેશ ભવન, પહાડગંજ, ન્યુદિલ્હી ખાતે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની રાષ્ટ્રીય બેઠક સં5ન્ન થઇ. આ બેઠકમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પરના લાભ માટે સરકાર દ્વારા લઘુતમ વેતન રૂા. 18000 અને સરકારી કર્મચારી જાહેર કરવા અને સામાજીક સુરક્ષાના દાયરામાં લેવા માટે તથા અન્ય વિષયો પર ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા. આ બાબતોએ સરકારશ્રીનું ધ્યાન આકર્ષિત અને માંગણી કરવા રાજધાની સહિત દેશના તમામ જિલ્લામાં 10 જુલાઇ-2018 ના રોજ એક દિવસના વિશાળ ધરણા અને પ્રદર્શન કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને આ કાર્યક્રમના અંતે આ પ્રશ્ર્નોને વાંચા આપવા વડાપ્રધાનશ્રીને તથા રાજયના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવું તેમ નકકી થયેલ. આથી તે અનુસંધાને કાર્યક્રમના અંતે આપને આવેદનપત્ર આપીએ છીએ.
આંગણવાડી કર્મચારીઓની માંગણીઓમાં (1) આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા. (2) સરકારી કર્મચારી જાહેર ન થાય તે પહેલા કાર્યકરને રૂા. 18000/- તથા હેલ્પરને રૂા.9000 પ્રતિ માસ લઘુતમ વેતન ચુકવવામાં આવે. મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે. (3) આંગણવાડી કર્મચારીઓને પી.એફ., પેન્શન, ગ્રેચ્યુઇટી તથા આરોગ્ય સુવિધા આપવામાં આવે. હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરવામાં આવે., (4) આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉમરનો બાધ હટાવી 100% જગ્યા પ્રમોશનથી ભરવામાં આવે., (5) માસીક રીપોર્ટ ઓનલાઇન મોકલવાનો ખર્ચ આપવામાં આવે., (6) વેતનનું નિયમીત ચુકવણું કરવામાં આવે તથા નાસ્તાની રકમ સરકારશ્રીના આદેશ મુજબ એક મહિના એડવાન્સ ચુકવવાની થાય છે તેમ અમલ કરવા. (7) અંતરીયાળ અને કઠીન ક્ષેત્રોમાં કામ કરતી બહેનોને ડીફીકલ્ટી એલાઉન્સ ચુકવવામાં આવે., (8) મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડીના કાર્યકરને સીનીયોરીટીના ધોરણે સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે., (9) સરકારશ્રીના આદેશ મુજબ આંગણવાડીના કર્મચારીઓ પાસેથી આંગણવાડીની પ્રવૃતિ સિવાય અન્ય કોઇ કામગીરી ન કરાવવી તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે, (10) નંદઘરોમા પાણી, લાઇટ વિગેરે જેવી આવશ્યક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે., (11) ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓમાં બહારની એજન્સી દ્વારા નાસ્તો તૈયાર કરી આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે તેમ જામનગર મહાનગરપાલિકામા પણ અમલ કરવામાં આવે.


Advertisement