નો-હોકિંગ ઝોનની અમલવારી સંદર્ભે વીડીયોગ્રાફી સાથે પંચનામું કરાવવા અદાલતમાં માંગણી

11 July 2018 04:21 PM
Jamnagar
Advertisement

જામનગર તા.11 :
જામનગરમાં નો-હોકીંગ ઝોનની અમલવારી કરાવવા તેમજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા એડવોકેટ પ્રજા વતી તંત્ર સામે કરેલા દાવામાં શહેરના નો-હોકીંગ ઝોન જાહેર થયેલા વિસ્તારો અને શહેરમાં જાહેર માર્ગોનું વીડીયોગ્રાફી પંચનામું કરવા કોર્ટ કમિશ્ર્નરની નિમણુંક કરી વીઝયુઅલ પંચનામું કરાવવા અદાલતને અરજ કરતાં અદાલતે સુનાવણી આગામી 26 જુલાઇએ રાખી છે.
જામનગરમાં નો-હોકીંગ ઝોનમાં ફેરીયાઓના જમેલા આડેધડ પાર્કિંગ, રખડતા પશુઓની અને ટ્રાફીકની સમસ્યા અંગે એડવોકેટ ગિરીશ સરવૈયાએ કલેકટર, કમિશ્ર્નર, એસ.પી.તેમજ ગૃહ સચિવને પક્ષકાર બનાવીને ગત માર્ચ માસથી પ્રજાના પ્રતિનિધિ સ્વરૂપનો દાવો દાખલ કર્યા બાદ આ દાવામાં નિયમિત સુનાવણી થઇ રહી છે.
દરમ્યાન થઇ રહી હોવાની વિગતો રજુ કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં વાહનોની સંખ્યા વસ્તી વધારાના દર મુજબ વધવા પામી છે. હવે માર્ગો સાંકડા પડે છે. તે હકીકત છે.
જામનગર શહેરના વિડીયોગ્રાફી પંચનામાની માંગણી કરવામાં આવી છે. એડવોકેટ દ્વારા અદાલતને અરજ કરાતા સુનાવણી તા. 26 મીએ રાખેલ છે.


Advertisement